Home Gujarat Ahmedabad Case Husband Was Beating His Wife For Saying She Had Not Given Anything In Dowry

'તારો બાપ ભિખારી છે' કહીને રોજ પત્નીને માર મારતો હતો સ્પા સંચાલક પતિ : દહેજ માટે નરાધમે પત્ની અને પુત્રીને ઘરમાંથી કાઢી મુક્યા, અમદાવાદના પોશ વિસ્તારનો કિસ્સો!

'તારો બાપ ભિખારી છે' કહીને રોજ પત્નીને માર મારતો હતો સ્પા સંચાલક પતિ
Published by: OBS Bureau
Last Updated: May 26, 2025, 07:50 AM IST

Crime News: સમય બદલાયો પણ નથી બદલાઈ કેટલાંક લોકોની માનસિકતા. આજે પણ દહેજ માટે દિકરીઓને થવું પડે છે હેરાન. આવો જ એક કિસ્સો અમદાવાદ જેવા મેગાસિટીમાં સામે આવ્યો છે. અમદાવાદના પોશ વિસ્તાર પૈકી એક ગણાતા ગોતામાં દહેજ માટે પતિએ પોતાની પત્ની અને પુત્રીને ઘરની બહાર કાઢી મૂક્યાં.

અમદાવાદના ગોતામાં રહેતા અને સ્પાનો ધંધો કરતા યુવકને ધંધો કરવા માટે પત્નીએ પિયરમાંથી રૂ.15 લાખની મદદ કર્યા બાદ પણ પતિએ વધુ રૂપિયાની જરૂરીયાત છે. તારો બાપ ભિખારી છે દહેજમાં પણ કશું જ આપ્યું નથી કહીને વધુ રૂપિયાની માંગણી કરીને પતિ સહીત સાસરીયાઓ પરણિતા અને તેની દીકરીને ઘરમાં થી કાઢી મૂકી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પરણિતાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા અને બનેવી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.

ગોતાના વંદેમાતરમ પાસે આવેલા વેસ્ટર્ન પ્રાઈમમાં રહેતા જયેશ દેસાઈ સ્પાનો ધંધો કરે છે. તેમના લગ્ન વર્ષ 2014માં ઘોડાસરના આવકાર હોલ પાસે રહેતી યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ આઠથી નવ વર્ષ સુધી દામ્પત્ય જીવન સારી રીતે ચાલતુ હતુ. આ દરમિયાન જયેશ દેસાઈની પત્નીએ એક દીકરો અને દીકરીને જન્મ આપ્યો હતો.

વર્ષ 2022 બાદ દંપતી વચ્ચે નાની મોટી બાબતે તકરાર થતા પતિ તેની પત્ની સાથે મારઝૂડ કરતો અને તું તારા માં-બાપના ઘરેથી દહેજમાં કશું લાવી નથી તારો બાપ ભિખારી છે કહીને અવારનવાર પત્ની સાથે મારઝૂડ કરતો હતો. દીકરીનું ઘર ભાંગે નહી તે માટે થઈને પરણીતાના પિતાએ જમાઈને ધંધો કરવા સારું થઈને રૂ.15 લાખ આપ્યા હતા. તેમ છતાં થોડા મહિના બાદ ધંધામાં બીજા રૂપિયાની જરૂરીયાત છે તારા પિતા પાસેથી રૂપિયા લઇ આવ કહીને પરણીતા સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો.

આ સમયે પરણીતાનો દિયર પણ અમારે બીજી ભાભી લાવાની છે કહીને મેણા ટોણા મારતો હોવાનો પીડિતાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. પરણીતાએ તેના પાસે રૂપિયા નહી હોવાનું કહેતા ગત વર્ષે નવરાત્રીના સમયે પતિ, સસરા અને દિયરે ભેગા થઈને ઘરની પુત્રવધુ અને દીકરીને ઘરમાં બહાર કાઢી મૂકી હતી. અને પતિએ દીકરાને પોતાની પાસે રાખી લીધો હતો.

ત્યારે વધુમાં પરણિતાએ ફરિયાદ ઉલ્લેખ કર્યો છે, કે તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનું પણ જણાવ્યું છે. આખરે કંટાળીને પરણિતાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પતિ જયેશ દેસાઈ, સસરા લગ્ધીર દેસાઈ અને બનેવી જીગર લગ્ધીર દેસાઈ વિરુદ્ધ સામે ફરિયાદ નોંધાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now