Home Gujarat Ahmedabad Brts Bus Accident In Rakhial Area Early Morning

Ahemdabad:વહેલી સવારે રખિયાલ વિસ્તારમાં BRTS બસનો અકસ્માત : બેકાબૂ BRTSએ અકસ્માત સર્જી 5 લોકોનો કર્યા ઈજાગ્રસ્ત

Ahemdabad:વહેલી સવારે રખિયાલ વિસ્તારમાં BRTS બસનો અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Jul 10, 2025, 05:16 AM IST

Ahemdabad Accident: અમદાવાદમાં સતત અકસ્માતની ઘટના વધી રહી છે. BRTS અન AMTSની બસોના અકસ્માતની ઘટના પ્રકાસીત થતી રહી છે. ત્યારે ફરી આજે વહેલી સવારે રખિયાલ વિસ્તારમાં બળિયાકાકા ચાર રસ્તા પાસે BRTS બસે અકસ્માત સર્જ્યો હતો.


રખિયાલ વિસ્તારમાં બળિયાકાકા ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે BRTS બસ બેકાબૂ થઇને ડીવાઈડર પર ચડી ગઈ હતી. બસ સામેથી આવતી ઑટો રિક્ષાને અડફેટે લેતા તેમાં સવાર પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ આવી હતી. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત થતા ઘટના સ્થળે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. આ ઉપરાંત ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી વાહન વ્યવહાર નિયંત્રિત કર્યો અને વધુ તપાસ શરૂ કરી હતી. BRTS બસના ડ્રાઈવર સામે બેદરકારીનું ગુનો નોંધવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now