Home Gujarat Ahmedabad Ahmedabad Boring Tier 2 City Viral Post Quality Of Life

'રાત્રે 2 વાગ્યે છોકરીઓ ડર્યા વગર આઈસ્ક્રીમ ખાય છે' : યુવાને કટાક્ષમાં અમદાવાદને કેમ ગણાવ્યું 'Boring' શહેર? સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

Ahmedabad News
Published by: Viral Patel
Last Updated: May 25, 2026, 12:56 PM IST

Ahmedabad News: ભારતના મોટા મેટ્રો શહેરોનું નામ આવે એટલે ટ્રાફિક જામ, પ્રદૂષણ, લાંબા કામના કલાકો અને સતત ભાગદોડવાળી જીવનશૈલીનું ચિત્ર સામે આવે છે. પરંતુ આ વચ્ચે અમદાવાદ વિશે કરવામાં આવેલી એક વ્યંગાત્મક સોશિયલ મીડિયા પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. પોસ્ટમાં શહેરને “હોપલેસલી બોરિંગ ટિયર-2 સિટી” કહી મજાક કરવામાં આવી હતી, પરંતુ તેમાં ઉલ્લેખિત મુદ્દાઓએ શહેરની સલામતી, સુવ્યવસ્થિત જીવન અને ગુણવત્તાસભર શહેરી માહોલને લઈને નવી ચર્ચા શરૂ કરી દીધી છે.

આ સમગ્ર ચર્ચાની શરૂઆત X (પૂર્વે Twitter) પર યુઝર પ્રેમ સોની દ્વારા કરવામાં આવેલી પોસ્ટથી થઈ હતી. તેમણે વ્યંગાત્મક અંદાજમાં લોકોને અમદાવાદમાં ન આવવાની સલાહ આપતાં શહેરના “ખામીઓ”ની યાદી બનાવી. જોકે પોસ્ટનો સ્વર સ્પષ્ટપણે કટાક્ષભર્યો હતો અને તેમાં શહેરના સકારાત્મક પાસાઓને ઉલટા રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

Instagram પર વાયરલ ‘વૃતિકા પટેલ’ નું સત્ય આવ્યું સામે! : ડિજિટલ દુનિયાની આ ગુજરાતી હીરોઈન જેનું કોઈ અસ્તિત્વ જ નથી

સોશિયલ મીડિયા પર કેવી રીતે શરૂ થઈ ચર્ચા?

આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે 'X' (અગાઉનું ટ્વિટર) યુઝર પ્રેમ સોનીએ એક પોસ્ટ શેર કરી. જેમાં તેમણે અમદાવાદને "નિરાશાજનક રીતે કંટાળાજનક ટિયર-2 શહેર" ગણાવીને લોકોને ત્યાં ન આવવાની સલાહ આપી હતી. તેમણે વ્યંગમાં લખ્યું, "અમદાવાદ ખૂબ જ કંટાળાજનક શહેર છે, મહેરબાની કરીને અહીં આવશો નહીં, અહીં રહેવું એક દુઃસ્વપ્ન જેવું છે."

‘રાત્રે 2 વાગ્યે મહિલાઓ આઈસ્ક્રીમ ખાય છે’: પોસ્ટમાં શું લખાયું?

પ્રેમ સોનીએ પોસ્ટમાં લખ્યું કે અમદાવાદમાં “જીવન એક દુઃસ્વપ્ન” છે, કારણ કે અહીં મહિલાઓ રાત્રે 2 વાગ્યે પણ ડર વગર બહાર ફરી શકે છે અને આઈસ્ક્રીમ ખાઈ શકે છે. તેમણે વ્યંગમાં પૂછ્યું કે “જ્યારે બચીને રહેવાની થ્રિલ જ નથી, ત્યારે એડ્રેનાલિન ક્યાંથી આવશે?” પોસ્ટમાં ભાષાકીય મુદ્દાને પણ કટાક્ષરૂપે ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે લખ્યું કે જો કોઈ ગુજરાતી બોલતું ન હોય તો પણ લોકો ગુસ્સે થવાને બદલે તૂટક હિન્દીમાં જવાબ આપે છે. આ ટિપ્પણીને ઘણા લોકોએ ભારતના અન્ય શહેરોમાં જોવા મળતા ભાષાકીય તણાવની સરખામણી તરીકે જોયી. ટ્રાફિક અંગે પણ પોસ્ટમાં મજાક કરવામાં આવી હતી. સોનીએ લખ્યું કે શહેરના રસ્તા એટલા પહોળા અને આયોજનબદ્ધ છે કે લોકો 20 મિનિટમાં ગંતવ્ય સુધી પહોંચી જાય છે. “ત્રણ કલાકના ટ્રાફિકમાં ઓડિયોબુક સાંભળવાની કે જીવન અંગે વિચારવાની તક જ નથી,” એમ તેમણે વ્યંગમાં ઉમેર્યું.

ઢોલકમાંથી કાઢે છે રમકડાં અને પ્રાણીઓના અવાજ! : જૂનાગઢના પ્રખ્યાત 'હાજી રમકડું' ને આજે રાષ્ટ્રપતિ ભવનમાં એનાયત થશે પદ્મશ્રી

અમદાવાદની 'સમસ્યાઓ' અંગે નિવેદનો

પોસ્ટમાં શહેરની જે બાબતોને 'સમસ્યા' તરીકે દર્શાવવામાં આવી હતી તે ખરેખર અમદાવાદની વિશેષતાઓ છે. સોનીએ લખ્યું, "મહિલાઓ રાત્રે ૨ વાગ્યે કોઈ પણ ડર વિના આઈસ્ક્રીમ ખાતી ફરે છે, કોઈ પોલીસ ચેકિંગ કે ડર નથી. અહીં જીવવાનો રોમાંચ જ નથી! તેમણે વધુમાં લખ્યું, "જો તમે ગુજરાતી ન બોલતા હોવ, તો કોઈ તમને મારવાની ધમકી નથી આપતું કે તમારી દુકાનનાં પાટિયાં નથી તોડતું. લોકો ફક્ત તૂટતી હિન્દીમાં જવાબ આપી દે છે, કોઈ ઉત્સાહ જ નથી! રસ્તાઓ એટલા પહોળા અને વ્યવસ્થિત છે કે તમે માત્ર 20 મિનિટમાં પહોંચી જાઓ છો. હવે 3 કલાકના ટ્રાફિકમાં ફસાઈને હું ઓડિયો બુક કેવી રીતે સાંભળીશ?" જો કોઈ તમારી ગાડીને ટક્કર મારે તો સામેવાળી વ્યક્તિ માફી માંગે છે અને પૈસા ચૂકવે છે. કોઈ હોકી સ્ટીક કાઢતું નથી કે 'તું જાણતો નથી મારો બાપ કોણ છે' તેવી ધમકીઓ આપતું નથી. કેટલી કંટાળાજનક વાત છે!"

સોશિયલ મીડિયા પર મિશ્ર પરંતુ રસપ્રદ પ્રતિસાદ

આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ અને અનેક યુઝર્સે પોતાના અનુભવ શેર કરવા શરૂ કર્યા. કેટલાક લોકોએ અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોની જીવનશૈલીને “ધીમી પરંતુ સુરક્ષિત” ગણાવી, તો કેટલાકે શહેરની શાંતિપૂર્ણ ગતિને “બોરિંગ” પણ કહી. એક યુઝરે કટાક્ષભર્યા અંદાજમાં લખ્યું કે “સૌથી ખરાબ બાબત એ છે કે થોડો સમય પાડોશમાં રહો તો લોકો પરિવાર જેવી લાગણીથી વર્તે છે.” તેમણે ઉમેર્યું કે વર્ષો પછી પણ અમદાવાદના મિત્રો સાથે સંપર્ક યથાવત છે. બીજા એક યુઝરે વીજ પુરવઠાની મજાક કરતાં લખ્યું કે “ઉનાળામાં પણ પાવર કટ નથી થતા, એટલે ઘરે મોમબત્તીની રોમેન્ટિક ડિનરનો આનંદ કેવી રીતે માણવો?” આ પ્રકારની ટિપ્પણીઓમાં શહેરની સારી સુવિધાઓને હળવા કટાક્ષથી વખાણવામાં આવી રહી હતી. તેમ છતાં, દરેક પ્રતિસાદ સંપૂર્ણપણે સકારાત્મક નહોતો. કેટલાક લોકોએ કહ્યું કે અમદાવાદમાં જીવનની ગતિ ધીમી છે, બપોરે દુકાનો બંધ થઈ જાય છે અને રાત્રે વહેલું બજાર શાંત થઈ જાય છે. એક યુઝરે લખ્યું કે “જીવન ધીમું છે, પરંતુ સુરક્ષિત છે.”

'કોંગ્રેસમાંથી ભાજપ આવ્યો ત્યારે મને 2 કરોડ આપ્યા' : મહેસાણા ભાજપમાં ભૂકંપ: સી.જે. ચાવડાની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ

સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા

આ પોસ્ટ વાયરલ થતાં જ લોકોએ પોતાના અનુભવો શેર કરવાનું શરૂ કર્યું. એક યુઝરે રમૂજમાં લખ્યું, "આ બધું સાચું છે! સૌથી ખરાબ વાત એ છે કે અહીં પડોશીઓ થોડા સમયમાં જ તમને પરિવાર જેવા માનવા લાગે છે."

બીજા એક યુઝરે કહ્યું, "ઉનાળામાં પણ પાવર કટ નથી હોતો, તો પછી ઘરે કેન્ડલ લાઈટ ડિનરનો આનંદ કેવી રીતે માણવો?" એક યુઝરે મુંબઈ અને અમદાવાદની સરખામણી કરતા લખ્યું, "હું ગુજરાતી નથી, પણ મેં સુરત અને અમદાવાદમાં સમય વિતાવ્યો છે અને હવે મુંબઈમાં રહું છું. અમદાવાદ રહેવા માટે ભારતનું સર્વશ્રેષ્ઠ શહેર છે." પ્રેમ સોનીની આ પોસ્ટ ભલે કટાક્ષમાં હોય, પરંતુ તે ભારતના મોટા શહેરોની ભાગદોડ અને અમદાવાદની સુરક્ષિત તથા શાંત જીવનશૈલી વચ્ચેનો તફાવત ખૂબ જ સચોટ રીતે રજૂ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now