અમદાવાદમાં હળતાળ પર ઉતેરલા રિક્ષા ચાલકો મામલો થાળે પડી ગયો છે. અત્રે જણાવીએ કે, પોલીસ દ્વારા રિક્ષાચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે, રિક્ષા યુનિયને હડતાળ ઉતર્યા હતા. જે સમગ્ર મામલે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને રિક્ષા એસોસિયેશન વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં રિક્ષા ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે અંગે સુચના આપવામાં આવી હતી, જે સમગ્ર ચર્ચા બાદ રિક્ષા ચાલકોની હડતાળ સમેટાઈ ગઈ છે.
અમદાવાદા પોલીસે ટ્વીટ કર્યું
અમદાવાદાપોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટ X (ટ્વીટર) પર જણાવ્યું છે કે, ''અમદાવાદ ટ્રાફિક પોલીસ અને રિક્ષા એસોસિયેશન વચ્ચે બેઠક યોજાઈ, જેમાં રિક્ષા ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે અંગે સુચના આપવામાં આવ્યું, ટ્રાફિક પોલીસ સાથેની બેઠક બાદ રિક્ષા એસોસિયેશન દ્વારા આપવામાં આવેલ હડતાળ પૂર્ણ કરી દેવામાં આવી હતી''
રિક્ષા ચાલકો કેમ હડતાલ પર ઉચર્યા હતા?
રિક્ષાચાલકોનો હડતાળ પર ઉતરી આક્ષેપ કર્યો હતો કે, ''પોલીસ પોતાના અધિકારોનો દુરુપયોગ કરીને તેમને ખોટી રીતે પરેશાન કરી રહી છે''. રિક્ષા યુનિયન દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ઓટોરિક્ષાને રોજગારના સાધન તરીકે માન્યતા આપવામાં આવી છે, તેમ છતાં પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરીને 'ટાર્ગેટ' પૂરા કરવા માટે વાહનો જપ્ત કરે છે અને ખોટો દંડ ફટકારે છે.





