Home Gujarat Ahmedabad Attempt To Push Two Young Women Including A Minor Into Prostitution

અમદાવાદમાં સગીરા સહિત બે યુવતીને દેહ વેપારમાં ધકેલવાનો પ્રયાસ : પોલીસ ત્રાટકી, 6 સામે નોંધાઈ ફરિયાદ

અમદાવાદમાં સગીરા સહિત બે યુવતીને દેહ વેપારમાં ધકેલવાનો પ્રયાસ
Published by: OBS Bureau
Last Updated: Aug 06, 2025, 12:07 PM IST

રાજકોટથી એક સગીરા સહિત બે યુવતીને નોકરીની લાલચે અમદાવાદ લાવી દેહવેપારમાં ધકેલવાનો પ્રયાસનો મામલો સામે આવ્યો છે. બેંકમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી અને તેની મિત્રને અમદાવાદ લવાઈ હતી. ત્યારબાદ નિકોલની પી.વી.આર હોટલ ખાતે ગેરકાયદેસર ગોંધી રાખી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસને જાણ કરતા પોલીસે રેડ પાડી

24 વર્ષીય યુવતીના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીએ પરિવાર અને પોલીસને જાણ કરતા પોલીસે રેડ કરી હતી. અત્રે જણાવીએ કે, રાજદીપસિંહ જાડેજા, માહી ઓળખે મમતા પટેલ, બ્રીજરાજસિંહ ચૌહાણ, લાલા અને સોનલ તેમજ મહેશ સામે ફરિયાદ નોંધાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now