Home Gujarat Ahmedabad Amts Free Travel On Diwali Festival

દિવાળીમાં AMTSમાં કરો મફત મુસાફરી : ધનતેરસથી ત્રણ દિવસ સુધી મળશે લાભ

દિવાળીમાં AMTSમાં કરો મફત મુસાફરી
Published by: OBS Bureau
Last Updated: Oct 15, 2025, 04:19 PM IST

અમદાવાદના નાગરિકો માટે દિવાળીની મીઠી ભેટરૂપ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના તહેવારના ત્રણ દિવસ દરમિયાન ધનતેરસ (18 ઓક્ટોબર), કાળીચૌદસ (19 ઓક્ટોબર) અને દિવાળી (20 ઓક્ટોબર) તમામ પ્રવાસીઓ AMTS બસોમાં મફત મુસાફરી કરી શકશે.

આ પહેલ AMTS કમિટી દ્વારા પ્રથમ વખત હાથ ધરવામાં આવી છે. ચેરમેન ધરમશી દેસાઈએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારો તેમજ બહારગામથી મોટી સંખ્યામાં લોકો શહેરમાં ખરીદી કરવા આવતા હોય છે. એ સમય દરમિયાન નાગરિકોને સરળ મુસાફરી સુલભ બને તે હેતુસર આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે દેશમાં ‘આત્મ નિર્ભર ભારત અભિયાન’ હેઠળ ‘હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી’ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લાભદાયક સાબિત થશે. મફત પ્રવાસના આ આયોજનથી સ્વદેશી ઉત્પાદનોની ખરીદીમાં વધારો થશે અને દિવાળીની ખરીદી માટે નાગરિકોને સુવિધા મળશે.

ધરમશી દેસાઈએ ઉમેર્યું કે આ પ્રસ્તાવ AMTS કમિટીમાં મંજૂર કરવામાં આવ્યો છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત માટે આવતીકાલે રજૂ કરાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...
પંચમહાલમાં વિચિત્ર અકસ્માત
કેન્દ્ર સરકારે કર્યા મોટા બ્યુરોક્રેટિક ફેરફારો
12 બોર, 4 ટાંકી છતાં 5 દિવસથી પાણી વગર તરસ્યું ગામ!
PM મોદીએ કર્યું અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ
Play Video