Home Gujarat Ahmedabad Airport Fight Between Rickshaw Driver And Security

અમદાવાદ એરપોર્ટ પર ફરી બબાલ : રિક્ષા ચાલકને એરપોર્ટ સિક્યુરિટીએ માર માર્યાનો આક્ષેપ

અમદાવાદ એરપોર્ટ પર ફરી બબાલ
Published by: OBS Bureau
Last Updated: Jul 12, 2025, 10:36 AM IST

Ahmedabad Airport News: અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર રિક્ષા ચાલક અને સિક્યુરિટી સ્ટાફ વચ્ચે તણાવની ઘટના બની છે. રિક્ષા ચાલક એરપોર્ટ પર પહોંચ્યો હતો અને જ્યાં રિક્ષામાંથી પેસેન્જરને ઉતારવામાં વાર થઈ જતા એરપોર્ટ સિક્યુરિટીએ રિક્ષા ચાલક સાથે મારામારી કર્યાનો આક્ષેપ કરાયો છે.

''એરપોર્ટ સિક્યુરિટી મારામારી કરે છે''

રિક્ષા ચાલકોનો આરોપ છે કે એરપોર્ટના ખાનગીકરણ બાદથી તેમની સાથે સતત દુર્વ્યવહાર કરવામાં આવે છે. તેઓ કહે છે કે, "અમે શાંતિથી કામ કરીએ છીએ, છતાં એરપોર્ટ સિક્યુરિટી મારામારી કરે છે''

રિક્ષા યુનિયન અવાજ ઉઠાવશે?
રિક્ષા ચાલક ધર્મેન્દ્રભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમે અમારા નાનકડા ધંધાથી ગુજરાન ચલાવીએ છીએ, છતાં અવાર-નવાર રિક્ષા ચાલકો સાથે મારામારી કરે છે,ત્યારે હવે રિક્ષા યુનિયન આ મુદ્દે અવાજ ઉઠાવશે.”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now