અમદાવાદમાં એક્સપ્રેસ વે ચાર રસ્તા પાસે AMTS બસ ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો છે. રસ્તો ક્રોસ કરતા રાહદારીને AMTS બસે અડફેટે લીધો હતો. જે બાદ ડ્રાઈવર બસ રસ્તા પર મૂકી ફરાર થયો હતો
AMTSબસથી જરાક સાચવજો!
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS બસ હવે અમદાવાદીઓ માટે યમદૂત સમાન સાબિત થઈ રહી છે. AMTS દ્વારા અવાર નવાર અકસ્માતના બનાવો બની રહ્યાં છે. અગાઉ પણ અનેક નિર્દોષ લોકોને અડફેટે લીધા છે. જેમાં કેટલાક વ્યક્તિઓના મોત પણ થયા છે તો કેટલાક લોકો ગંભીર ઈજાગ્રસ્ત પણ થયેલા છે. ત્યારે આજે વધુ એક એએમટીએસ બસે એક રાહદારીને અડફેટે લીધો હતો, જેના પગલે તે ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો.
AMTS યમદૂત સમાન?
AMTS બસ અકસ્માતનો એક આંકડો સામે આવ્યો છે. જે મુજબ જાન્યુઆરી 2025થી 15 જુલાઈ સુધી 53 અકસ્માત થયા છે. જેમા 13 લોકોના મોત થયા છે તેમજ 53 અકસ્માત પૈકી 36 અકસ્માતમાં લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય વાત છે કે, 42 અકસ્માતોમાં ડ્રાઇવર કસૂરવાર સાબિત થયા છે.






