Home Gujarat Ahmedabad A Mother Jumped Into Sabarmati With Her 2 Year Old Daughter

અમદાવાદમાં માતાએ 2 વર્ષની દીકરી સાથે સાબરમતીમાં ઝંપલાવ્યું : બાળકીને બહાર કાઢી CPR આપ્યું તો રડી, હોસ્પિ.માં તોડ્યો દમ, બંનેના મોત

અમદાવાદમાં માતાએ 2 વર્ષની દીકરી સાથે સાબરમતીમાં ઝંપલાવ્યું
Published by: OBS Bureau
Last Updated: Aug 16, 2025, 09:27 AM IST

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર કમકમાટી ભર્યો આપઘાતની ઘટના સામે આવી છે. પિન્કીબેન નામની મહિલાએ પોતાની બે વર્ષની બાળકી સાથે નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં મહિલાનું દ:ખદ અવસાન થયું હતું જ્યારે બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો.


બે વર્ષની દીકરી સાથે માતા સાબરમતીમાં ઝંપલાવ્યું

પિન્કીબેન રાવત નામની 38 વર્ષીય મહિલાએ પોતાની બે વર્ષની દીકરી સાથે સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. માતાના હાથમાં દીકરી લઈ નદીમાં કૂદીને મોતને વ્હાલું કર્યું છે. જેથી માતાના મૃતદેહ સાથે બાળકી પાણીમાં તરતી જોઈ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ અને રિવર રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી હતી.


CPR આપતા બાળકી રડવા લાગી હતી

રેસ્ક્યૂ ટીમ દ્વારા બંનેને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન બાળકી ધબકારા ચાલું હોવાના અંદાજના પગલે તને તાત્કાલિક CPR આપવાનું હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે બાળકી રડવા લાગી જેના પગલે તેને ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યા તેને તબીબોએ મૃત જાહેર કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now