Home Gujarat Ahmed Patels Son Will Break Congress Ap Party

'કોંગ્રેસમાંથી અલગ થઈ કોંગ્રેસ-એપી નામની નવી પાર્ટી...' : અહેમદ પટેલના પુત્ર કોંગ્રેસ 'તોડી' બનાવશે કોંગ્રેસ (એપી) પાર્ટી?, મુમતાઝ પટેલને કરી મોટી ઓફર!

'કોંગ્રેસમાંથી અલગ થઈ કોંગ્રેસ-એપી નામની નવી પાર્ટી...'
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2025, 09:24 AM IST

Congress-AP Party Faisal Patel : કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલના પરિવારમાં મતભેદ હોવાને લઈ અને કોંગ્રેસથી નિરાશ હોવા મામલે ફરી એક વાર રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કરેલી એક ટ્વીટે નવા રાજકીય કિસ્સાને જન્મ આપ્યો છે

'કોંગ્રેસ (એપી) નામની નવી પાર્ટી બનાવવાનો વિચાર'

ફૈઝલ પટેલે ટ્વીટમાં લખ્યું હતું કે તે કોંગ્રેસમાંથી અલગ થઈ "કોંગ્રેસ (એપી)" નામની નવી પાર્ટી બનાવવાનો વિચાર કરી રહ્યા છે. ટ્વીટમાં તેમણે આગળ લખ્યું કે, “મારી બહેન મારી સાથે જોડાઈ શકે છે. હું કોંગ્રેસ પાર્ટીને તોડી નવી પાર્ટી બનાવવા ઈચ્છું છું”

'મારા ભાઈના વિચારો અને નિર્ણયો તેમના પોતાના છે'

ફૈઝલ પટેલના આ નિવેદન બાદ તરત જ તેમની બહેન મુમતાઝ પટેલે પણ ટ્વીટ કરીને સ્પષ્ટતા આપી. તેમણે લખ્યું, 'ફક્ત સ્પષ્ટતા... મારી કોઈ નવી રાજકીય પાર્ટીમાં જોડાવાની કે કોઈ નવી પહેલનો ભાગ બનવાની ઈચ્છા નથી. મારા ભાઈના વિચારો અને નિર્ણયો તેમના પોતાના છે. કૃપા કરીને મને આ સાથે જોડશો નહીં. ધન્યવાદ'

ભાઈ-બહેનની વિરોધાભાસી ટ્વીટ

ફૈઝલ પટેલની આ ટ્વીટ અને બહેનની સ્પષ્ટતા સાથે અહેમદ પટેલના પરિવારમાં રાજકીય ચર્ચાઓ ફરી તેજ બની છે અને રાજ્યની રાજનીતિમાં નવો સળવળાટ શરૂ થયો છે.

લોકસભાની ચૂંટણી સમયથી નારાજ!

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ એકબીજાથી વિરોધાભાસી વિચારશ્રેણી ભરેલા નિવેદનો આપી ચુક્યા છે. સાથો સાથે લોકસભાની ચૂંટણી માટે પણ બંને ભાઈ-બહેનએ પોત પોતની કોંગ્રેસમાંથી દાવેદારીનો તકતો તૈયાર કર્યો હતો. પરંતુ ભરૂચ બેઠક પર ઈન્ડિયા ગંઠબંધને ચૈતર વસાવા પર કળશ ઢોળતા ભાઈ-બહેન બંને શાંત થઈ ગયા હતા, સાથો સાથ ગુજરાત કોંગ્રેસે પણ એક અંદાજે તો રાહતનો શ્વાસ જ લીધો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ