Home Gujarat Ahemdabad Theft Of A Dome Urn From Sarkhej Roja

સરખેજ રોજામાંથી ગુંબજના કળશની ચોરી : સરખેજ પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી

સરખેજ રોજામાંથી ગુંબજના કળશની ચોરી
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2025, 12:15 PM IST

અમદાવાદ અને વર્લ્ડ હેરિટેજ સિટી નો દરજ્જો મળ્યા બાદ અનેક લોકો અમદાવાદ શહેરની હેરિટેજ સાઈટ ની મુલાકાત લેવા આવે છે આ બધાની વચ્ચે હેરિટેજ સાઈટ ગણાતી સરખેજના રોજા પર દરગાહ ઉપર લગાવેલો ગુંબજ પરનો કળશ ચોરાઈ ગયો હોવાની હોય ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે આ સમગ્ર મામલાની જાણ પોલીસ શહીત આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટને પણ કરવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી રહી છે બીજી તરફ સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ચોરીની ફરિયાદ આવી છે .

પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે નિઝામ હરી ખાન સિદ્દીકી ઉર્ફે બબલુ ખાન ફતેવાડી પાસે રહે છે તેમણે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે તેઓ સરખેજ રોજા કમિટીમાં છેલ્લા દસ વર્ષથી સેક્રેટરી તરીકે સક્રિય છે . સરખેજના રોઝાની મેન્ટેનન્સ અને સિક્યુરિટીની કામગીરી આરકોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. તેમને જાણ થઈ કે સરખેજ રોજાના મુખ્ય દરગાહની ટોચ પર આવેલા ઘુમમત પૈકી સૌથી ઉપર આવેલા ઘુમમટ પરનું કળશ નથી તેથી તેઓ તતાકાલિક ત્યાં ગયા હતા ત્યાં તાબા પિત્તળનો કળશ અને પાંદડું હતું નહીં .
જે અંગેની જાણ પોલીસને કરવમાં આવી છે.આ અંગે સરખેજ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ચોરીની ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now