Home Gujarat After The Success Of Operation Sindoor A Sindoor Forest Will Be Built In This City Ofgujarat

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ગુજરાતના આ શહેરમાં બનશે સિંદૂર વન : 5 હજાર ચોરસ મીટરમાં 551 સિંદૂરના વૃક્ષો રોપવામાં આવશે

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ગુજરાતના આ શહેરમાં બનશે સિંદૂર વન
Published by: OBS Bureau
Last Updated: May 30, 2025, 10:32 AM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગ્રીન કવર વધારવા માટે વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. ત્યારે પીપીપી ધોરણે શહેરના જગતપુર બ્રિજ પાસે 5 હજાર ચોરસ મીટર જગ્યામાં "સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVVP)" દ્વારા તેઓનાં સ્વખર્ચે ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે. જેને સિંદૂર વન નામ આપવામાં આવશે. આ ઓક્સિજન પાર્કને ડેવલપ કરી તેની પાંચ વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, પીપીપી ધોરણે ડેવલપ કરવામાં આવનાર આ ઓક્સિજન પાર્કમાં 12 હજાર વૃક્ષો પૈકી 551 સિંદૂરના વૃક્ષો છે. જેને સિંદૂર વન તરીકે વિકસાવવામાં આવશે અને તે પૈકી બાકી રહેતા ઇન્ડીજીનસ પ્રકારનાં જુદા જુદા વૃક્ષોથી મીયાવાકી પધ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવશે. સિંદૂર વૃક્ષનું વૈજ્ઞાનિક નામ બિક્ષા ઓરેલાના (Bixa Orellana) છે. આ વૃક્ષ મધ્યમ કદનું હોય છે, જે દક્ષિણ એશીયાઇ દેશોમાં જોવા મળે છે. સિંદૂર વૃક્ષનું ફળ સુકાતા તેની અંદર બીજ જોવા મળે છે. જેની ઉપર સિંદૂરી રંગનો પાવડર હોય છે. જે કુદરતી સિંદૂર છે. આ સિંદૂરનો ઉપયોગ ખાલી માથા પર જ નહીં પણ ભોજન પદાર્થોનો લાલ રંગ આપવા માટે પણ થાય છે એટલે કે તેને ખાઈ પણ શકાય છે.

સિંદૂરના ઝાડમાંથી નીકળતા ફળનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તાની લિપસ્ટિક બનાવવા માટે પણ થાય છે. ઉપરાંત હેર ડાઈ, નેલ પોલીશ જેવી કેટલીય વસ્તુઓ બનાવવામાં આવે છે.કોમર્શિયલ યૂઝમાં રેડ ઈંક બનાવવી, પેન્ટ માટે ઉપયોગ કરવો, સાબુ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. રેડ ડાઈનો ઉપયોગ જ્યાં જ્યાં થઈ શકે છે ત્યાં ત્યાં સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. સિંદૂરનાં વૃક્ષમાંથી દવા પણ બને છે અને તે વિવિધરૂપે મદદરૂપ થાય છે. જેમ કે પાચનમાં મદદ કરવી, ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવું અને બળતરા ઘટાડવી, કેટલાક પરંપરાગત ઉપયોગોમાં ચેપ અને ત્વચાના વિકારોની સારવારનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now