Home Gujarat After Operation Sindoor First Time Pm Modi Visit At Gujarat Road Show At Vadodra

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ગુજરાતમાં પહેલીવાર પ્રધાનમંત્રીનું આગમન! : વડોદરામાં ભવ્ય રોડ શો, કર્નલ સોફિયા કુરેશીના પરિવારે કર્યું PM મોદીનું સ્વાગત

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ગુજરાતમાં પહેલીવાર પ્રધાનમંત્રીનું આગમન!
Play Video
Published by: OBS Bureau
Last Updated: May 26, 2025, 07:35 AM IST

પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનના આતંકી અડ્ડાઓનો એરસ્ટ્રાઈક કરીને ખાતમો બોલાવ્યો હતો. આ ઓપરેશનને પ્રધાનમંત્રી મોદીએ ઓપરેશન સિંદૂરનું નામ આપ્યું હતું. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે પહેલીવાર પ્રધાનમંત્રી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં પધાર્યા છે.


ત્યારે તેમના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આખુય ગુજરાત હાલ દેશભક્તિના રંગે રંગાઈ ગયું છે. વડોદરામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો. જેમાં પ્રધાનમંત્રીનું અભિવાદન કરવા તેમની એક ઝલક મેળવવા માટે હજારો લોકો ઉમટી પડ્યાં હતાં.


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો વડોદરાથી પ્રારંભ થયો હતો. તેઓ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી શ્રી અને ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતની દિકરી કર્નલ સોફિયા કુરેશીના પરિવારે રોડ શોમાં ફૂલો વરસાવી કર્યું પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now