અમદાવાદના ચંડોળા તળાવના ડિમોલિશન બાદ હવે રખિયાલમાં ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આજે રખિયાલમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવાયું છે. કોમન પ્લોટ પર ગેરકાયદે બાંધકામ કરીને નમાઝ માટેની જગ્યા અને 20 જેટલાં કારખાનાં બનાવાયાં હતાં એ તોડી પાડવામાં આવ્યાં છે. 350થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2008માં અહીં જ ડિમોલિશન કરાયું હતું, એ બાદ ફરી દબાણો થઈ ગયાં હતાં.
રખિયાલમાં મોરારજી ચોકમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેટલાં વર્ષોથી કોમન ઓપન પ્લોટ પર 20થી વધુ કારખાનાં અને દુકાન બનાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત બાંધકામ કરીને નમાઝ માટેની જગ્યા પણ બનાવવામાં આવી હતી. તમામ જગ્યા ગેરકાયદે હોવાથી સવારથી જ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન આસપાસના લોકો પણ જોવા ટોળે વળ્યા હતા.
1960માં મિલ મજૂરો માટેની સ્કીમ હતી, જ્યાં બાંધકામ કરવામાં આવ્યું હતું. આ સ્કીમમાં કોમન ઓપન પ્લોટ પણ રાખવામાં આવ્યો હતો, જ્યાં કેટલાક લોકોએ બાંધકામ કરીને ગેરકાયદે શેડ ઊભા કર્યા હતા. આગાઉ 2008માં આ જગ્યા પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જોકે ત્યાર બાદ ફરીથી આ જગ્યા પર ગેરકાયદે કારખાનાં અને દુકાન ઊભી કરી દેવાયાં હતાં, જેથી હાઉસિંગ બોર્ડ દ્વારા એ તોડી પાડવામાં આવ્યાં છે જે પ્રમાણે ચંડોળામાં ગેરકાયદે બાંધકામ કરેલાં મકાનોમાં વીજ કનેક્શન હતાં એ જ પ્રમાણે રખિયાલમાં પણ ગેરકાયદે ઊભા કરેલા બાંધકામમાં વીજ કનેક્શન જોવા મળ્યાં હતાં. આટલી મોટી સંખ્યામાં ઊભાં કરેલાં ગેરકાયદે બાંધકામમાં વીજ કનેક્શન કઈ રીતે મળ્યા, એને લઈને સવાલ ઊભા થયા છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





