અધિક સચિવના 02 દિવસના રિમાન્ડ મંજૂર : બે ડોક્ટરો સામેની તપાસ દબાવી દેવા નિવૃત ડીન સાથે મળી 30 લાખની લાંચ માંગી હતી
આરોગ્ય અને પરિવાર વિભાગના તપાસ વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર તેમજ નિવૃત ડીન ગિરીશ પરમાર સામે ACB પોલીસ મથકે નોંધાયેલા ગુના અંગે આજે અધિક સચિવને ACBએ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કરતા આરોપીના 2 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. અગાઉ નિવૃત ડીનના પણ બે દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા.
કેસની વિગતવાર વાત કરીએ તો ACBમાં ફરિયાદ આપનાર ડોક્ટર અગાઉ ભાવનગર ખાતે આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગમાં નાયબ નિયામક તરીકે ફરજ નિભાવતા હતા. તે દરમ્યાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગનાં સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટીસ બાબતે શીક્ષાત્મક કાર્યવાહી કરતા, સામે પક્ષે ખંડણી માંગણીની ફરીયાદ કમીશ્નર આરોગ્ય વિભાગને થયેલ હતી. જેથી ફરીયાદી તથા તેઓના સાથી ડોકટરને ફરજ મોકુફી પર ઉતારેલ હતા. આરોગ્ય વિભાગ દ્વારા બન્ને ડોકટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને તપાસ અધીકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર 2024માં પૂર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી, 2025માં જમા કરાવેલ હતો.
તે દરમ્યાન અસારવા ડેન્ટલ કોલેજના નિવૃત ડીને વચેટીયા તરીકે ફરીયાદીનો સંપર્ક કરીને ફરીયાદી તથા તેમના સાથી ડોકટર બન્ને વિરુદ્ધની પ્રાથમિક તપાસનાં કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે આરોગ્ય અને પરિવાર વિભાગના તપાસકર્તા અધિક સચિવ સાથે મીટિંગ કરવા બોલાવેલ હતા. જેથી ફરીયાદી અને તેમના સાથી ડોકટર મીત્ર ગાંધીનગર ખાતે જઇ બન્ને આરોપીઓને રૂબરૂમાં મળી વાતચીત કરતાં બન્ને આરોપીઓએ એકબીજાનાં મેળાપીપણામાં ફરીયાદી અને તેમના સાથી ડોકટર એમ બન્નેના 30 લાખ રૂપિયાની લાંચની માંગણી કરેલ હતી અને તે પૈકી 15 લાખ રૂપિયા એડવાન્સ અને બાકીનાં ફરીયાદીનું કામ થઇ ગયા પછી આપવાનો વાયદો થયેલો હતો.
ત્યાર બાદ નિવૃત ડીન ફરીયાદીને ફોન કરી નાણાંની માંગણી કરતા હતા. પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપતા ACBએ લાંચનાં છટકાનું આયોજન કર્યું અને નિવૃત ડીને ફરીયાદી ડોક્ટરને પોતાના ઘરે લાંચનાં નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માગણી અનુસાર વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયેલા હતા.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ


_323dfe7d-83ee-4428-a476-37772059833f.jpg)



