ગાંધીનગરના અડાલજ પોલીસે સી.એન.જી.રીક્ષાની ચોરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે.આ આરોપીને શોધવા માટે પોલીસે ઉવારસાદ થી વૈષ્ણોદેવી તેમજ રિંગરોડ અને સરખેજ સુધીના cctv ચેક કર્યા હતા. ત્યારબાદ પોલીસ બાતમીના આધારે અંબર ટાવર પાસેથી બંન્ને આરોપીને ઝડપી કાયદોસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ઢગલો બંધ cctv ચેક કરી આરોપીને ઝડપી પાડ્યા
પકડાયેલા બંન્ને આરોપી ગાંધીનગર જિલ્લાના રહેવાસી છે. આ બંન્ને આરોપી અગાઉ કોઈ ગુનાના સંડોવાયેલા કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી શકે છે.






