Home Sports Actress Khushi Mukherjee Gets Caught Giving A Statement On Suryakumar Yadav

Suryakumar Yadav પર નિવેદન આપી ફસાઈ એક્ટ્રેસ Khushi Mukherjee! : વિવાદ વધતાં માર્યો યુ-ટર્ન, અને કહ્યું "મિત્રતા હતી, બીજું કંઈ નહીં"

Suryakumar Yadav પર નિવેદન આપી ફસાઈ એક્ટ્રેસ Khushi Mukherjee!
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 01:14 PM IST

Actress Khushi Mukherjee's big revelation about Suryakumar Yadav: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ અને બોલિવૂડ એક્ટ્રેસ ખુશી મુખર્જી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ખુશી મુખર્જીના એક વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ઊભી કરી છે, તે વિડિયોમાં ખુશી મુખર્જીએ દાવો કર્યો હતો કે સૂર્યકુમાર યાદવ તેને મેસેજ કરતો હતો. જોકે, હવે આ મામલે એક્ટ્રેસે યુ-ટર્ન માર્યો છે અને મીડિયા સમક્ષ ચોંકાવનારી સ્પષ્ટતા કરી છે.

'અમારી વચ્ચે માત્ર મિત્રતા હતી'

હાલમાં મીડિયા સાથેની વાતચીતમાં ખુશીએ સ્પષ્ટ કર્યું કે, તેની અને સૂર્યકુમાર યાદવ વચ્ચે કોઈ પ્રેમ સંબંધ નથી. તેને કહ્યું, "અમારી વચ્ચે એવું કંઈ ન હતું. અમે ફક્ત સારા મિત્રો હતા. જ્યારે તે કોઈ મેચ હારી જતો ત્યારે મને દુઃખ થતું હતું, બસ આટલું જ." ખુશીએ વધુમાં ઉમેર્યું કે, તે સૂર્યકુમાર યાદવ સાથે જોડાયેલા નકારાત્મક સમાચારોથી હેરાન થઈ ગઈ છે.

મીડિયા પર લગાવ્યા ગંભીર આરોપ

ખુશી મુખર્જીએ આ વિવાદ માટે મીડિયા અને પાપારાઝીને જવાબદાર ઠેરવતા કહ્યું કે, તેને કેમેરા સામે કંઈક અલગ બોલવા માટે મજબૂર કરવામાં આવે છે. તેને આક્ષેપ કર્યો કે:

  • કેમેરા પાછળ તેને અલગ સૂચનાઓ આપવામાં આવે છે.

  • તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને ખોટી વાતો પોસ્ટ કરવામાં આવે છે.

  • લોકો તેને હિપ્નોટાઈઝ કરવાની અને ધમકાવવાનો પ્રયત્ન કરે છે.

"જો અમારી વચ્ચે સારી મિત્રતા હોય અને તે મેચ હારી જાય ત્યારે સ્વસ્થ વાતચીત કરવા માંગે, તો તેમાં કંઈ ખોટું નથી. મેં ઘણી ચેટ્સ ડિલીટ પણ કરી દીધી છે, પણ લોકો મારો પાસવર્ડ ચોરીને મને હેરાન કરે છે." - ખુશી મુખર્જી

એકાઉન્ટ હેક અને ધમકીનો દાવો

એક્ટ્રેસે એવો પણ દાવો કર્યો કે, થાઈલેન્ડ પ્રવાસ દરમિયાન તેનું એકાઉન્ટ હેક થયું હતું. જોકે, તેને ધમકી આપનાર વ્યક્તિનું નામ જાહેર કર્યું નથી. 'બ્લોક થવા માંગતી નથી' તેવા ડર સાથે ખુશીએ હવે આ સમગ્ર મામલે પોતાની વાત બદલીને વિવાદને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now