Home Gujarat Action Taken Against Dumping Construction Waste In Public In Ahmedabad

અમદાવાદમાં જાહેરમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખતા કાર્યવાહી : ચાર જેટલા વાહનો જપ્ત, પ્રદુષણને રોકવા માટે ગુડ કન્સ્ટ્રક્શન પોલિસીનો અમલ કરાવવાનો પ્રયાસ

અમદાવાદમાં જાહેરમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખતા કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Feb 19, 2026, 05:01 AM IST

અમદાવાદ શહેરમાં જાહેર સ્વચ્છતા અને હવા પ્રદૂષણ નિયંત્રણ અંગે તંત્ર વધુ સક્રિય બન્યું છે. પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા નારણપુરા, ચાંદખેડા અને રાણીપ સહિતના વિસ્તારોમાં જાહેર રસ્તા પર કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખતા ચાર વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે.

માર્ગ પર બાંધકામનો કચરો ફેંકવા મામલે કાર્યવાહી

જાહેર માર્ગ પર બાંધકામનો કચરો ફેંકવાથી ટ્રાફિકમાં અવરોધ સર્જાય છે અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ વધે છે. આથી શહેરમાં અકસ્માતપ્રવણ સ્થળોનો સર્વે કરવા પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકી શકાય.

‘ગુડ કન્સ્ટ્રક્શન પોલિસી’નો કડક અમલ

વધતા હવા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ‘ગુડ કન્સ્ટ્રક્શન પોલિસી’નો કડક અમલ કરાવવા પર ભાર મુકાયો છે. ખાસ કરીને જ્યાં ડિમોલિશનનું કામ ચાલતું હોય ત્યાં ગ્રીન નેટ ફરજિયાત લગાવવામાં આવે અને ધૂળ નિયંત્રણ માટે સેન્સર જેવી વ્યવસ્થા કરવામાં આવે તે માટે ચોક્કસ નીતિ ઘડવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં ડિમોલિશન માટે સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાને કારણે પ્રદૂષણ વધે છે, તેથી હવે સખત પગલાં લેવાશે.

સ્વચ્છતા, સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ માટે તંત્ર દ્વારા વિવિધ દિશામાં પ્રયાસો

શહેરના છેવાડાના વિસ્તારો ‘મિશન મીલીયન ટ્રી’ અભિયાનથી વંચિત રહી ગયા હોવાની બાબત પણ ધ્યાનમાં આવી છે. પર્યાવરણ સંતુલન માટે આ વિસ્તારોમાં વધુ વૃક્ષારોપણ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. સાથે જ શહેરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા 12 દરવાજાને હેરીટેજ ગેટઅપ આપવામાં આવશે. આથી શહેરની ઓળખ વધુ મજબૂત બનશે અને પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. કુલ મળીને, સ્વચ્છતા, સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ માટે તંત્ર દ્વારા વિવિધ દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now