સુરેન્દ્રનગર થાનમાં SMC ના દરોડા બાદ બે પોલીસ અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર,ઇન્ચાર્જ પી.આઈ અને બીટ ઈન્ચાર્જ સહિત 2 પોલીસકર્મીઓને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગઈકાલે થાનમાં SMC ની ટીમે રેડ પાડી હતી. આ રેડમાં એક કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયા હતો. જેમાં પોલીસ અધિકારીની બેદરકારીને લઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.
સમગ્ર ઘટનાને લઈ સુરેન્દ્રનગર DIG ગિરીશ પંડ્યાએ ઇન્ચાર્જ PI જે.એ. કછોટ અને બીટ ઇન્ચાર્જ મગન સોલંકીને સસ્પેન્ડ કર્યા હતા. છેલ્લા થોડા દિવસોમાં SMCની રેડો મુદ્દે 7 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.






