Home Gujarat Acid Attack On Female Home Guard In Kalol

કલોલમાં મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક : એસિડ એટેક થતા મહિલા હોમગાર્ડ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ,પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

કલોલમાં મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 18, 2025, 11:52 AM IST

કલોલના છત્રાલ ઓવરબ્રિજ પાસે મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક થતા સનસનાટી મચી ગઈ છે. આ અહેવાલોને પગલે પોલીસ વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે, એક રિક્ષાચલક એસિડ બોટલ ભરીને આવ્યો હતો. યુવક મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકીને નાસી ગયો હતો. આ હુમલામાં મહિલા હોમગાર્ડ વધુ દાઝી ગયા હતા. જેમને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

કલોલમાં મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક

પ્રાથમિક માહિતી પ્રમાણે, કલોલમાં છત્રાલ ઓવરબ્રિજ નીચે 18મી જાન્યુઆરી, શુક્રવારની સવારે હોમગાર્ડ જવાનો ટ્રાફિક સંચાલનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન એક રિક્ષા વચ્ચે હોવાથી ભાવનાબેન નામના મહિલા હોમગાર્ડે તેને ત્યાંથી રિક્ષા ખસેડી દેવાની સૂચના આપી હતી.

પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

આટલી વાતમાં રિક્ષાચાલક ઉશ્કેરાઈને બોલાચાલી કરવા લાગ્યો હતો. રિક્ષાચાલક થોડી વાર પછી એસિડ ભરેલી બોટલ લઈને આવ્યો હતો અને મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકીને નાસી ગયો હતો. જોકે પોલીસે ગણતરીની કલાકમાં રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now