Ahmedabad Crime News : અમદાવાદમાં જીઆઇડીસી વટવા હદ વિસ્તારમાંથી ભુતકાળમા શિવાલીંગમ ગેંગ સાથે સંકળાયેલ આરોપીને દેશી તમંચો તથા બે જીવતા કારતુસ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-6 દબોચી લીધો છે.
દેશી તમંચો તથા બે જીવતા કારતુસ સાથે આરોપી સંકજામાં
અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-6 સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં દરમિયાન પો.સ.ઇ. એમ.આર.બ્રહ્મભટ્ટ નાઓને મળેલ બાતમી હકીકત આધારે આરોપી મોહમદઇમરાન મોહમદઅખ્તર જાતે સૈયદ ઉ.વ.27 રહેવાસી વસંત ગજેન્દ્ર ગડકરનગર ચાર માળીયા બહાર આવેલ ઝુપડામા, વટવા, અમદાવાદ શહેર તથા મૂળ વતન -ગામ- જગદીશપુર તાલુકો -તીલવાઇ થાના- મોહનગંજ જીલ્લો - અમેઢી ઉત્તરપ્રદેશ નાને કોઇ પણ જાતના આઘાર પુરાવા વગર કે પરવાના વગર એક દેશી બનાવટની તમંચો જેની કિંમત 5,૦૦૦ તથા બે જીવતા કારતુસ જેની કિંમત 200ના ની મત્તાના મુદામાલ જપ્ત કર્યો છે.
આરોપીનું મૂળ વતન ઉત્તરપ્રદેશ
આરોપી અગાઉ ઘણા બધા ગંભીર ગુનાઓમા તેમજ સદર આરોપી ભુતકાળમા શિવાલીંગમ ગેંગ સાથે સંકળાયેલ હતો. આરોપી મોહમદઇમરાન મોહમદઅખ્તર વસંત ગજેન્દ્ર ગડકરનગર ચાર માળીયા બહાર આવેલ ઝુપડામા, વટવા, અમદાવાદ શહેરમાં રહેતો હતો, જેમો મૂળ વતન -ગામ-જગદીશપુર તાલુકો-તીલવાઇ થાના- મોહનગંજ જીલ્લો – અમેઢી ઉત્તરપ્રદેશ છે






