Home Gujarat Accident On The Road From Dholka To Bavla

ધોળકાથી બાવળા જવાના માર્ગ ઉપર અકસ્માત : બાઈક આખલા સાથે અથડાયું, યુવકનું મોત, મહિલાને ગંભીર ઇજાગ્રસ્ત

ધોળકાથી બાવળા જવાના માર્ગ ઉપર અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Feb 24, 2026, 04:05 AM IST

ધોળકાથી બાવળા જવાના માર્ગ પર એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પતિ-પત્ની અને તેમની દોઢ વર્ષની બાળકી બાઈક પર ધોળકાથી બાવળા તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં અચાનક બાઈક એક આખલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણેય રસ્તા પર પટકાઈ ગયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા.

ધોળકાથી બાવળા જવાના માર્ગ ઉપર અકસ્માત

અકસ્માતની જાણ થતાં જ તરત જ 108 ઇમરજન્સી સેવા ને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ બાવળાની 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધોળકાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ યુવાનને બચાવવા પૂરતા પ્રયત્નો કર્યા, પરંતુ ગંભીર ઇજાઓને કારણે ગણતરીની મિનિટોમાં જ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. યુવકના મોતના સમાચાર સાંભળતાં પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

યુવકનું ગણતરીની મિનિટોમાં મોત

અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેની હાલત નાજુક જણાતાં ડોક્ટરોએ તેને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ ખાતે રિફર કરી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ ચિંતાજનક હોવાનું જાણવા મળે છે. સદભાગ્યે, દોઢ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે. બાળકીને નાની-મોટી ઇજાઓ હોવા છતાં તે હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતથી પરિવારમાં શોકનું માહોલ છે. માર્ગ સુરક્ષા અને પશુઓના રસ્તા પર અવરજવર અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકોએ રસ્તા પર ભટકતા પશુઓને કાબૂમાં લેવા અને સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા તંત્ર પાસે માંગ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now