Home Gujarat Accident On Rajkot Bhavnagar Highway 4 Dead

રાજકોટ ભાવનગર હાઇવે પર ગોઝારો અકસ્માત : બે કાર સળગી જતાં 4 ના મોત, 3 ઘાયલ

રાજકોટ ભાવનગર હાઇવે પર ગોઝારો અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Apr 19, 2025, 05:30 PM IST

રાજકોટ ભાવનગર હાઇવે પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં 4 વ્યક્તિના કરૂણ  મોત અને ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે,જેઓને સારવાર માટે દવાખાને ખસેડેલ છે. 

રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલ સરદાર ભાડલા રોડ પર અલ્ટો કાર અને હોન્ડા સિટી કાર વચ્ચે ટક્કર બાદ આગ ફાટી નીકળી હતી.  જેમાં બંને કારમાં  સવાર લોકો ભોગ બન્યા હતા, 4 ના મોત ની પુષ્ટિ થઈ છે ,જ્યારે ત્રણ ઘાયલ થયા છે જેઓને સારવાર માટે દવાખાને ખસેડેલ છે ,અકસ્માતને પગલે અન્ય વાહન ચાલકો ની સાથે સ્થાનિક ગામવાસીઓ મદદે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હટાઈ ,આગના બનાવ ની જાણ થતાં ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આજીડેમ પોલીસે અકસ્માત અને આગની ઘટના અંગે તપાસ શરૂ કરી છે.ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે . અકસ્માત ને પગલે ઘટના સ્થળ બાદ હોસ્પિટલ મ આપણ લોકો ના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. અકસંત નો ભોગ બનેલ તમામ ગોંડલ ન અરહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. 

મૃતક -
(1) નીરૂબેન અતુલભાઈ મકવાણા, 30, રે. ગોંડલ
(૨) હેતવી અતુલભાઈ મકવાણા, ૪૦ વર્ષ, રે. ગોંડલ
(3) હેમાંશી શાહીલ સરવૈયા, 19, રેવ. ગોંડલ વિજય નગર
(4) મિતુલ અશોકભાઈ સાકરીયા, 13, રે.ગોંડલ

ઈજાગ્રસ્ત
(1) શાહીલ સરવૈયા, 22 વર્ષ, રેવ. ગોંડલ
(2) હિરેન અતુલ મકવાણા, 15 વર્ષ, રે. ગોંડલ
(3) નીતુબેન અશોકભાઈ સાકરીયા, 40, રે. ગોંડલ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now