Home Gujarat Accident Between Dumper And Bike Near Honest Hotel On Dhandhuka Phedra Road

ધંધુકા- ફેદરા રોડ પર ઓનેસ્ટ હોટલ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત : ત્રણના મોત, પરિવાર પર દુઃખનો પહાડ

ધંધુકા- ફેદરા રોડ પર ઓનેસ્ટ હોટલ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Feb 05, 2026, 11:14 AM IST

અમદાવાદ જિલ્લાના ધંધુકા–ફેદરા રોડ પર આવેલા ઓનેસ્ટ હોટલ પાસે આજે બુધવાર મોડી સાંજે આશરે પાંચ વાગ્યાના સુમારે ડમ્પર અને મોટર સાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બાઈક ચાલક સહિત ત્રણના મોત થયા હતા.

ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત

પ્રાપ્ત માહિતી મુજબ, ઓનેસ્ટ હોટલ પાસે આવેલા ડાયવર્ઝન નજીક ડમ્પર અને બાઈક વચ્ચે ટક્કર થતાં અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક પર સવાર મહિલાએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે ધંધુકા ખાતે આવેલી RMS હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની સારવાર દરમિયાન મોત થયું હતું.

પોલીસે તપાસ હાથ ધરી

અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ અકસ્માતના કારણે ધંધુકા–ફેદરા રોડ પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની