Home Gujarat Acc Used Absco Nds After Rob Bing 2 Lakh Rupees From A Young Man Who Was Going To Deposit It In A Bank

મકરપુરા GIDC માં ધોળા દિવસે લૂંટ! : બેંકમાં રૂપિયા જમા કરાવવા જતા યુવક પાસેથી ₹2 લાખ છીનવી આરોપીઓ થયો ફરાર

મકરપુરા GIDC માં ધોળા દિવસે લૂંટ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 12:45 PM IST

Vadodara : વડોદરાના મકરપુરા GIDC વિસ્તારમાં દિવસદાઢે લૂંટની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ખાનગી બેંક નજીક એક યુવક બેંકમાં રૂપિયા જમા કરાવવા જઈ રહ્યો હતો ત્યારે બે અજાણ્યા માણસોએ તેના હાથમાંથી રૂપિયા છીનવી લઈ ફરાર થઈ ગયા હતા. લૂંટની આ ઘટના બાદ પોલીસ તંત્ર કામ પર લાગ્યું છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ઘટના કેવી રીતે બની?

મળતી માહિતી અનુસાર, મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે યુવક આશરે બે લાખ રૂપિયા લઈને ગયો હતો. તે બેંક નજીક પહોંચ્યો ત્યારે અચાનક બે અજાણ્યા માણસો ત્યાં આવ્યા અને યુવકના હાથમાં રહેલી રોકડ રકમ છીનવી લીધી હતી. અચાનક બનેલી ઘટનાથી યુવક કંઈ સમજી શકે તે પહેલાં જ બંને આરોપીઓ રૂપિયા લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા.

LCB, DCB અને PCB ની ટીમો દ્વારા તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસનો સ્ટાફ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને શહેર ક્રાઈમ બ્રાંચની વિવિધ ટીમોને પણ તપાસમાં જોડવામાં આવી છે. LCB, DCB અને PCB ની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસે પીડિત યુવક સહિત સ્થળ પર હાજર લોકોના નિવેદનોની નોંધણી કરી

પોલીસ દ્વારા ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવી છે. ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. સાથે સાથે પોલીસે પીડિત યુવક સહિત સ્થળ પર હાજર લોકોના નિવેદનો પણ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, લૂંટની ઘટનાને ગંભીરતાથી લઈ આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આસપાસના વિસ્તારોમાં પણ સઘન તપાસ અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ બનાવને લઈને વેપારીઓ અને સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now