Home Gujarat Aarti And Darshan Timings Changed During Bhadarvi Poonam In Ambaji

અંબાજીમાં ભાદરવી પૂનમ દરમિયાન આરતી અને દર્શનના સમયમાં થયો ફેરફાર : 1 થી 7 સપ્ટેમ્બર સુધી સમયમાં થયો ફેરફાર

અંબાજીમાં ભાદરવી પૂનમ દરમિયાન આરતી અને દર્શનના સમયમાં થયો ફેરફાર
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 01:25 PM IST

શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહા મેળાનું આયોજન કરાશે. ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન માતાજીની આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે.

આગામી તારીખ 1 થી 6 સપ્ટેમ્બર દરમિયાન આરતી સવારે 6 થી 6.30 કલાકે, દર્શન સવારે 6 થી 11.30 કલાક સુધી, દર્શન બંધ 11.30 થી 12.30, દર્શન બપોરે 12.30 થી 17.00 કલાક સુધી, દર્શન બંધ 17 થી 19 કલાક સુધી, દર્શન સાંજે 19 થી 24 કલાક સુધી તથા દર્શન બંધ 24 થી સવારે 6 સુધી રહેશે.

આગામી તારીખ 7 સપ્ટેમ્બર, રવિવાર એટલે કે ભાદરવી પૂનમ મહા મેળાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આરતી સવારે 6 વાગ્યાથી 6.30 સુધી, દર્શન સવારે 6 થી 10 કલાક સુધી, શયન કાળ આરતી 12 થી 12.30 કલાકે, બંધ મંદિરમાં જાળીમાંથી દર્શનનો સમય 12.30 થી 17 સાંજે 17 કલાકથી દર્શન બંધ રહેશે.

7 સપ્ટેમ્બર, રવિવાર એટલે કે ભાદરવી પૂનમ મહા મેળાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના શિખર પર બપોરે 12.30 કલાક બાદ ધ્વજારોહણ થઈ શકશે નહીં. આ સાથે 8 સપ્ટેમ્બરથી દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે જેની સર્વે શ્રદ્ધાળુઓને નોંધ લેવા વિનંતી છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now