આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારએ એક ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે આજે કેન્સર હોસ્પિટલમાં કામ કરતી ચૌલાબેન પટેલને સંપૂર્ણ રીતે નિયમોનો ભંગ કરીને રાજકોટની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. અહીં શશાંકભાઈ ડાયરેક્ટર તરીકે બેઠા છે, પરંતુ તેઓ પોતાની ફરજ બજાવતા નથી. તેઓ ફક્ત VIP પેશન્ટની સારવાર માટે જ આગળ રહે છે. અહીં કેન્સર હોસ્પિટલમાં ચૌલાબેન પટેલનું જે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે, તે દર્દીના સગાંના કહેવાથી કરવામાં આવ્યું છે. નિયમ મુજબ તો આંતરિક ટ્રાન્સફર કરવામાં આવી શકે છે, પરંતુ હાલ આરોગ્ય વિભાગે કાયદાની પણ ઘોડીને પી ગયા છે. અમારું માનવું છે કે શશાંકભાઈ ડાયરેક્ટર તરીકે ચાલે તેમ નથી. આજે મોટી સંખ્યામાં બહેનો પ્રોટેસ્ટમાં ઉતરી છે, પરંતુ અમને મળવા માટે પણ કોઈ પાસે સમય નથી. આટલી મોટી સંખ્યામાં સ્ટાફ ન્યાયની માંગણી કરી રહ્યો હોય ત્યારે હોસ્પિટલના અધિકારીઓની ફરજ બને છે કે આ બહેનોને એકવાર સાંભળવામાં આવે.
હાલ નર્સિંગની બહેનોને મેડિસિનનું અને બિલનું પણ કામ સોંપવામાં આવે છે. શું ડૉક્ટર પોતે તેમની જવાબદારી સિવાયનું બીજું કામ કરશે? આવી કાર્યપદ્ધતિઓ માટે શશાંકભાઈએ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપવું જ પડશે. આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે હું આરોગ્ય વિભાગને પણ જાણ કરીશ કે અહીં કેવી અડગણભરી કાર્યપદ્ધતિથી કામ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા દર 15-20 દિવસે અહીં ઇન્ક્વાયરી થવી જોઈએ અને કામકાજની ચકાસણી થવી જોઈએ. અહીં કોઈપણ પ્રકારની ઇન્ક્વાયરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી નથી, જેના કારણે આવી કામગીરી ચાલી રહી છે. એક નિર્દોષ બહેન, ચૌલાબેન પટેલને રાજકોટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. તો અમારો સવાલ છે કે કોને પૂછીને એક મહિલાનું બીજા શહેરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું? પહેલા રહેવાની અને જમવાની વ્યવસ્થા કરાવવી જોઈએ અને કોઈ મજબૂત કારણ દર્શાવીને ટ્રાન્સફર કરવું જોઈએ. પરંતુ આ રીતે કોઈ કારણ વિના કોઇનું ટ્રાન્સફર કરી શકાય નહિ. આ મુદ્દે હું ડાયરેક્ટર શશાંક પંડ્યાનું રાજીનામું માગું છું.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





