અમદાવાદના વિરમગામમાં 100થી વધુ સામાજિક કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે ખેસ ધારણ કરીને પીન્ટુભાઇ સહિતના મોટા સામાજિક અગ્રણીઓ AAPમાં જોડાયા છે. અત્રે જણાવીએ કે, વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત બાદ AAPમાં માટા પાયે ભરતી મેળો ચાલી રહ્યો છે.
''ગુજરાતના લોકો કામની રાજનીતિ અપનાવી રહ્યા છે''
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ''વિરમગામના સામાજિક આગેવાન પોતાના 100થી વધુ સમર્થકો સાથે AAPમાં જોડાયા છે. પીન્ટુભાઇએ વિરમગામ અને તેના આસપાસના વિસ્તારમાં લોકોના પ્રશ્નો મુદ્દે મજબૂતીથી લડત લડી છે. વિરમગામમાં પીન્ટુભાઇની સાથે મળીને આમ આદમી પાર્ટી લોકોના મુદ્દા ઉઠાવશે. હવે ખુશીની વાત છે કે ગુજરાતના લોકો કામની રાજનીતિ અપનાવી રહ્યા છે. પહેલા જાતિ-ધર્મ આધારિત રાજનીતિ થતી હતી, હવે શિક્ષણ, આરોગ્ય, ખેતી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા પર રાજનીતિ થઈ રહી છે, તે ખુશીની બાબત છે''
''હવે કામની રાજનીતિ થઈ રહી છે''
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ''આગામી સમયમાં વિરમગામમાં પીન્ટુભાઇ લડત ચલાવશે અને તેમની સાથે આમ આદમી પાર્ટી ઊભી છે, અમે મજબૂતાઈથી લડત ચલાવીશું. આમ આદમી પાર્ટીની કામની રાજનીતિને ગુજરાત અપનાવી રહ્યું છે. AAPમાં રોજ 10થી 15 હજાર લોકોનું જોઈનિંગ થઈ રહ્યું છે, ત્યારે હું ગુજરાતીઓનું આભાર વ્યક્ત કરૂ છું. અત્યાર સુધી જાતિ-ધર્મ અને મુદ્દા વગરની રાજનીતિ થતી હતી પરંતુ હવે કામની રાજનીતિ થઈ રહી છે''.

_439578a1-7c2b-4af5-86da-3ec6505d13f9.jpg)



