આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ સુરતમાં એક જગ્યાએ એક જ મકાનમાં 6-6 સરકારી શાળાઓ ચાલી રહી છે, તેવો ઘટસ્ફોટ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે, એક મકાનમાં 6 શાળા ચાલતી હોવાથી બાળકોને ખુબ જ અગવડતા પડી રહી છે. ચોમાસામાં બાળકો બહાર લોબીમાં બેસીને ભણવા મજબુર બન્યા છે.
6-6 શાળા ચાલતી હોવાનો દાવો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રીના શહેરમાં જ ત્રણ શાળાઓ સવાર પાળીમાં અને ત્રણ શાળાઓ બપોર પાળીમાં ચાલી રહી છે. છ પૈકીની ચાર શાળાના બે મકાનો જર્જરિત હાલતમાં છે એટલે એ ચાર શાળાના બાળકોને આ શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી જૂની શાળાના મકાનોનું બાંધકામ શરુ કરાયું નથી.બાંધકામ તો દૂરની વાત, હજુ સુધી જુના મકાનોને પાડવાનું કામ પણ શરુકરવામાં આવ્યું નથી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હલચલ તેજ: કોંગ્રેસે જાહેર કર્યા 243 ઉમેદવારો





