Home Gujarat Aap Mla Chaitar Vasava Detention Case Latest Update

Chaitar Vasava; ધારાસભ્યની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું : AAPના MLA ચૈતર વસાવા અને ભાજપના MP મનસુખ વસાવા આવ્યા સામસામે, જાણો શું છે મામલો

Chaitar Vasava; ધારાસભ્યની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2025, 06:47 AM IST

ATVTની બેઠક દરમિયાન થઈ હતી બબાલ
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરકપકડ કરાઈ
ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
નર્મદા જિલ્લામાં વધારાયો પોલીસ બંદોબસ્ત
ચૈતર વસાવા મિટિંગની વિરુદ્ધમાં હતાંઃ મનસુખ વસાવા
તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાની ફરિયાદ બાદ કાર્યવાહી
સજંય વસાવાને જાનથી મારી નાંખવાની ધમકીનો આક્ષેપ
ચૈતર વસાવા પર અભદ્ર ભાષા બોલવાનો આક્ષેપ કરાયો છે

MLA Chaitar Vasava detention case:
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. આ વખતે તાલુકા પંચાયતની બેઠકમાં બબાલનો મામલો સામે આવ્યો છે. જેમાં ધારાભ્ય પર પોલીસ સાથે પણ ગેરવર્તણૂંકના આરોપ લાગ્યા છે. ભરૂચ જિલ્લાના સાંસદે ધારાસભ્ય પર આ આરોપ લગાવ્યાં છે. ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની બબાલ મામલે અટકાયત બાદ ધરપકડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. 

શું છે સમગ્ર મમાલો?
શનિવારે સાંજે ડેડિપાડા પ્રાંત કચેરી ખાતે એટીવીટી સંકલન બેઠક હતી. જે દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે મામલો બિચક્યો અને સીધો જ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. જે મામલે ચૈતર વસાવાની અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચૈતર વસાવા સામે અભદ્ર ભાષા બોલવાનો અને પોલીસ સાથે ગેરવર્તણૂંક કરવાનો પણ આક્ષેપ થયો છે.

શનિવારે સાંજે ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવતા તેમના સમર્થકો એકઠા થઈ ગયા હતા અને સૂત્રોચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સમગ્ર કેસ મામલે પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને 3 વાગ્યે ડેડિપાડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી નર્મદાના રાજપીપળાની એલસીબીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકોએ ગાડી સામે હંગામો મચાવ્યો હતો જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, આ બધાની વચ્ચે પોલીસ તેમને રાજપીપળા લઈ ગઈ હતી.

ચૈતર વસાવએ બાબાલ કરી એટલે પોલીસે કાર્યવાહી કરીઃ મનસુખ વસાવા

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છેકે,ચૈતર વસાવા મિટિંગની વિરુદ્ધમાં હતાં. આ કોઈ ભાજપની મિટિંગ નહોંતી. વહીવટી તંત્રની મિટિંગ હતી. આ કોઈને હેરાન કરવાની મિટિંગ નહોંતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. લોકોને ભેગા કરી પોલીસ પર દબાણ કરવાનો પ્રયાસ કરાયો હતો. ચૈતર વસાવાએ જે કર્યું તે ઉતાવળીયું પગલું હતું. પોલીસ ચોકીમાં ઘુસીને એમણે પોલીસ સાથે ગેરવર્તણૂંક કરી હતી.

મહત્ત્વનું છેકે, ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે લાંબા સમયથી રાજકીય ગજગ્રાહ ચાલી રહ્યો છે. મનસુખ વસાવા વર્ષોથી ભાજપમાં સાંસદ તરીકે ચૂંટાઈને રાજકીય પૃષ્ઠભૂમિ પર એક પ્રકારનું વર્ચસ્વ ધરાવતા હતા. જોકે, યુવા નેતા તરીકે ઉભરી આવેલાં ચૈતર વસાવાએ હવે રાજકીય હવા બદલી નાંખી છે. જેને પગલે મનસુખ વસાવા અને ચૈતર વસાવાની આ લડાઈ વધુને વધુ ઉગ્ર બનતી ગઈ છે. સમયાંતરે કોઈકને કોઈક વિવાદમાં આ બે નેતાઓ સામસામે જોવા મળે છે.

નર્મદા લાફા કાંડ અપડેટ હાઈલાઈટ પોઈન્ટસઃ
ચૈતર વસાવા પર રાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો
ત્યારબાદ તેમના સમર્થકો મોડી રાત સુધી એલ સી બી રાજપીપલા ખાતે જમા થાય હતા
રાતે લગભગ 1.30 વાગે સમર્થકો પોતાના ઘરે જવા રવાના થયા હતા
હાલ પણ ચૈતર વસાવા ને એલ સી બી ખાતે જ રાખવામાં આવ્યા છે
બપોર બાદ તેમને ડેડીયાપાડા કોર્ટ ખાતે હાજર કરવામાં આવશે તેમ સૂત્રો પાસે થી જાણવા મળ્યું છે
જોકે હાલ એલ સી બી ખાતે એસ આર પી ની ટીમ તૈનાત છે
સમર્થકો હાલ તો જોવા નથી મળી રહ્યા
ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન માં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે
સંજય વસાવા સાથે થયેલ ઝપાઝપી બાબતે ચૈતર વસાવા વિરુદ્ધ ગુન્હો દાખલ
ફરિયાદી સંજય વસાવા ની એફ આઈ આર ના આધારે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે
ધારાસભ્ય ચૈતર વસાવા ની નર્મદા પોલીસે ધરપકડ કરી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ખાતે પુછપરછ માટે લાવવામાં આવ્યા છે
પોલીસે નર્મદા જિલ્લાના લોકો ને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે
જોકે એલ સી બી ઓફીસ ની બહાર ચૈતર વસાવા ના સમર્થકો નો જમાવડો યથાવત
નર્મદા પોલીસે એસ આર પી ની એક ટુકડી રાજપીપલા એલ સી બી ખાતે હાજર રાખી
ડેડીયાપાડા ખાતે પણ એસ આર પી ની એક ટુકડી તૈનાત

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now