Home Gujarat Aap Mla Came With Posters On The Second Day Of The Assembly Session

વિધાનસભા સત્રના બીજા દિવસે AAP ધારાસભ્યો પોસ્ટર સાથે આવ્યા! : અધ્યક્ષ કહ્યું 'વિધાનસભાના નિયમો વાંચીને આવો', ટકોર કરી બેસાડી દીધા

વિધાનસભા સત્રના બીજા દિવસે AAP ધારાસભ્યો પોસ્ટર સાથે આવ્યા!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2026, 03:22 PM IST

ગુજરાત વિધાનસભાના સત્રના બીજા દિવસે ગૃહમાં ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો, જેમાં ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા સામેલ હતા, પોસ્ટર સાથે ગૃહમાં હાજર રહ્યા હતા. તેઓ ગૃહની કાર્યવાહીના લાઇવ પ્રસારણની માંગ કરી રહ્યા હતા.

'વિધાનસભાના નિયમો વાંચીને આવો'

AAPના ધારાસભ્યો દ્વારા પોસ્ટર બતાવી માંગ ઉઠાવવામાં આવતા ગૃહમાં થોડીવાર માટે હોબાળો સર્જાયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધ્યક્ષે કડક વલણ અપનાવ્યું અને AAP ધારાસભ્યોને ગૃહની શિસ્ત જાળવવાની હાકલ કરી. 'વિધાનસભાના નિયમો વાંચીને આવો' એવી ટકોર પણ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ અધ્યક્ષની સૂચના મુજબ AAP ધારાસભ્યો પોતાની બેઠકે બેસી ગયા હતા.

ગુજરાતનો દરિયાઈ કિનારો વધ્યો!

આ દરમિયાન ભાજપના ધારાસભ્ય ભગા બારડે એક મહત્વપૂર્ણ માહિતી આપી હતી. નવા સર્વે મુજબ ગુજરાતનો દરિયાઈ કિનારો 720 કિમી જેટલો વધ્યો હોવાનું જણાવાયું છે. પરિણામે હવે રાજ્યના દરિયાકાંઠાની કુલ લંબાઈ 2320 કિમી નોંધાઈ છે. આ આંકડાને લઈને ગૃહમાં ચર્ચા પણ થઈ હતી.

AAP ના ધારાસભ્યો દ્વારા લાઇવ પ્રસારણની માંગ

વિધાનસભામાં આ સમગ્ર ઘટનાએ રાજકીય તાપમાન વધાર્યું હતું. એક તરફ AAP ના ધારાસભ્યો દ્વારા લાઇવ પ્રસારણની માંગ પર અડગ રહ્યા હતા તો, બીજી તરફ અધ્યક્ષે ગૃહની પરંપરા અને નિયમોનું પાલન કરવાનું મહત્વ સમજાવ્યું. આખરે ગૃહની કામગીરી નિયમિત રીતે આગળ વધારવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now