Home National Aadhaar Card New Rule Dob Proof Not Valid

જન્મ તારીખનાં પુરાવા માટે હવે નહીં ચાલે આધારકાર્ડ : UIDAIએ નવા નિયમોમાં કર્યો છે ફેરફાર, જાણો શું કારાયા અન્ય ફેરફારો

આધારકાર્ડની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 29, 2026, 01:30 AM IST

ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઓળખ પ્રમાણપત્ર આધાર કાર્ડ હવે જન્મ તારીખ માટે માન્ય પુરાવા તરીકે સ્વીકારવામાં નહીં આવે. આવો મહત્વપૂર્ણ નિર્ણય UIDAI દ્વારા કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ આધાર કાર્ડનો ઉપયોગ ઓળખ અને સરનામા માટે તો થઈ શકશે, પરંતુ જન્મ તારીખના સત્તાવાર પુરાવા તરીકે તેની માન્યતા મર્યાદિત રાખવામાં આવી છે.

આ બદલાવ ખાસ કરીને એવા લોકો માટે મહત્વનો છે, જેઓ સરકારી નોકરી, પાસપોર્ટ, એડમિશન અથવા અન્ય સત્તાવાર પ્રક્રિયાઓમાં આધાર કાર્ડને DOB પ્રૂફ તરીકે રજૂ કરતા હતા. હવે તેમને અન્ય માન્ય દસ્તાવેજો રજૂ કરવા પડશે.

આ પણ વાંચો: 8માં પગાર પંચની સત્તાવાર વેબસાઈટ થઈ ઠપ : કર્મચારી સંઘોની વધી ચિંતા, વેબસાઈટ કેમ થઈ ડાઉન જાણો કારણ

UIDAIએ શું કહ્યું?

UIDAI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આધાર કાર્ડમાં દાખલ થયેલી જન્મ તારીખ ઘણી વખત સ્વ-ઘોષિત (self-declared) અથવા અંદાજિત હોઈ શકે છે. એટલે તે દરેક કેસમાં પ્રમાણિત અને સત્તાવાર પુરાવો ગણાવી શકાય નહીં.

આધાર કાર્ડમાં DOB 3 રીતે દર્શાવવામાં આવે છે. વેરિફાઈડ (Verified), ડિક્લેરડ (Declared) અને એસ્ટિમેટેડ (Estimated). જો જન્મ તારીખ ‘Declared’ અથવા ‘Estimated’ કેટેગરીમાં હોય, તો તે સત્તાવાર પુરાવા તરીકે સ્વીકાર્ય નથી.

કયા દસ્તાવેજો હવે માન્ય?

જન્મનું પ્રમાણપત્ર (Birth Certificate)

ધોરણ 10નું બોર્ડનું સર્ટિફિકેટ

પાસપોર્ટ

પેન કાર્ડ (ચોક્કસ કેસમાં)

આનો અર્થ એ છે કે મહત્વપૂર્ણ કામોમાં હવે આધાર કાર્ડ પૂરતું નહીં રહે અને લોકોને અન્ય દસ્તાવેજોની જરૂર પડશે.

આ ફેરફારની સીધી અસર વિદ્યાર્થીઓ, નોકરી માટે અરજી કરતા ઉમેદવારો અને સરકારી યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા લોકો પર પડશે. અત્યાર સુધી ઘણા લોકો માટે આધાર કાર્ડ એક જ સરળ અને ઝડપી વિકલ્પ હતો, પરંતુ હવે વધારાના દસ્તાવેજોની વ્યવસ્થા કરવી પડશે.

આ પણ વાંચો: PMએ સિક્કિમમાં 4000 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ : સંબોધનમાં કહ્યું, સિક્કિમ પૂર્વનું સ્વર્ગ

ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં, જ્યાં જન્મ પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય, ત્યાં આ બદલાવ પડકારરૂપ બની શકે છે. જોકે નિષ્ણાતો માને છે કે આ નિર્ણયથી દસ્તાવેજોની ચોકસાઈ વધશે અને ખોટી માહિતીના ઉપયોગને રોકી શકાયશે.

જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે અરજી કરવા જઈ રહ્યા છો, તો માત્ર આધાર કાર્ડ પર નિર્ભર રહેવું યોગ્ય નહીં રહે. ખાસ કરીને DOB માટે યોગ્ય અને સત્તાવાર દસ્તાવેજ તૈયાર રાખવો જરૂરી બની ગયો છે. આ સાથે, જો આધાર કાર્ડમાં તમારી જન્મ તારીખ ખોટી છે અથવા ‘Declared’ તરીકે દર્શાવવામાં આવી છે, તો તેને અપડેટ કરાવવા માટે પણ પગલાં લેવા જરૂરી બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now