Home Gujarat A Young Man Was Brutally Murdered In Muru Village Of Nakhatrana Kutch

કચ્છમાં નખત્રાણાના મુરુ ગામે યુવકની કરપીણ હત્યા : મૃતકના મોબાઈલ ફોને ખોલ્યો રાજ, પ્રેમ સંબંધનો મામલો

કચ્છમાં નખત્રાણાના મુરુ ગામે યુવકની કરપીણ હત્યા
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 11:55 AM IST

Kutch Crime News : કચ્છના નખત્રાણા તાલુકાના મુરુ ગામમાં થયેલી કરૂણ હત્યાનો ભેદ નખત્રાણા પોલીસે ઉકેલી લીધો છે. રમેશ મહેશ્વરી નામના યુવકની કરપીણ રીતે હત્યા થયેલી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી હતી.

મુરુ ગામે યુવકની હત્યા

પોલીસે તપાસ શરૂ કરતા સૌથી મોટો પુરાવો મૃતકનો મોબાઈલ ફોન સાબિત થયો, જે તેના મિત્ર કિશોર પાસેથી મળતાં આખું કૌભાંડ બહાર આવ્યું. પોલીસના જણાવ્યા મુજબ, રમેશ અને કિશોર બંને એક જ યુવતીને પ્રેમ કરતા હતા અને આ બાબતે બંને વચ્ચે અગાઉ ઝઘડો પણ થયો હતો. પ્રેમસંબંધની દ્વેષભાવના કારણે કિશોરે રમેશની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.

પ્રેમ સંબંધમાં યુવકની હત્યા

આક્ષેપ મુજબ, કિશોરે હત્યા બાદ પુરાવા છુપાવવા માટે લાશના ટુકડા કરી ત્રણ અલગ–અલગ બોરામાં નાખી દીધી હતી. નખત્રાણા પોલીસે આરોપીને ઝડપી લઈને કસ્ટડીમાં લીધો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...
Play Video