ભારતે પાકિસ્તાન વિરુદ્ધ હાથ ધરેલ ઓપરેશન સિંદુરનો ફેસ બની ગયેલ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહના આબેહૂબ ચિત્રો બનાવી પ્રસિદ્ધ ચિત્રકાર મુનિર બુખારીએ પોતાની દેશભક્તિને કળા થકી ઉજાગર કરી. રાજકોટના ગોંડલમાં આવેલી મોંઘીબા હાઈસ્કૂલની દીવાલ પર પ્રખ્યાત ચિત્રકાર મુનીર બુખારીએ કંડારેલ ચિત્રોએ લોકોમાં વ્યાપક આકર્ષણ જગાવ્યું છે.
ચિત્રની વિશેષતા
ચિત્રકાર મુનીર બુખારીએ મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલની દિવાલો પર દોરેલા ચિત્રની વિશેષતાએ છે કે, તેણે બનાવવા પાછળ 18 કલાકથી વધુ સમય લાગ્યા હતો.જેની સાઇઝ 30x6ની છે. આ ઉપરાંત 10 થી 12 લીટર કલરનો ઉપયોગ થયો છે.
શું કહ્યું ચિત્રકાર મુનિર બુખારીએ
ચિત્રકાર મુનિર બુખારીએ જણાવ્યું હતું કે, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહના ચિત્રોથી ભાવિ પેઢી અને વિદ્યાર્થીનીઓને પ્રેરણા મળશે. ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતીય સેનાની બહાદુરીથી આ બંને મહિલા અધિકારીઓએ સમગ્ર વિશ્વને વાકેફ કર્યું.ચિત્રકાર મુનિર બુખારી ઓસ્ટ્રેલિયા, દુબઈ જેવા દેશોમાં વોલ પેઈન્ટ્સ બનાવી ખ્યાતિ મેળવી છે.






