Home Gujarat A Unique Turtle Was Spotted In Vadodara

વડોદરામાં જોવા મળ્યો અનોખો કાચબો : દુર્લભ પીળા રંગના કાચબાને જોઈ લોકો ચકિત થઈ ગયા

વડોદરામાં જોવા મળ્યો અનોખો કાચબો
Published by: OBS Bureau
Last Updated: Aug 07, 2025, 06:24 AM IST

વડોદરાના ચિખોદ્રા ગ્રામ્ય હદમાં આજરોજ બુધવારે મીઠા પાણીના તળાવના કિનારે એક દુર્લભ અલ્બીનો ઇન્ડિયન ફ્લૅપશેલ કાચબો (Lissemys punctata) જોવા મળ્યો હતો. જેને સ્થાનિક લોકોએ સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી બચાવાયો હતો. આ દુર્લભ પીળા રંગના બાળ કાચબાને વન વિભાગે સુરક્ષિત રીતે બચાવી વડોદરાના કમાટીબાગ નજીક આવેલા તેમના કેન્દ્રમાં લાવવામાં આવ્યો છે.અલ્બીનો કાચબાની ઝાંખી મળતાની સાથે જ આસપાસના લોકોમાં અદભુત ઉત્સુકતા ફેલાઈ ગઈ હતી. સામાન્ય રીતે જોવા મળતા કાચબા કરતા કંઈક અલગ ફ્લૅપશેલ ટર્ટલ અહીં ચટક પીળા રંગમાં જોવા મળતા લોકો ચકિત થઈ ગયા.

વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું, "અમને ચિખોદ્રામાંથી ફોન મળ્યો કે તળાવ પાસે એક અજોડ રંગનો કાચબો દેખાયો છે. અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાચબાને સુરક્ષિત રીતે લાવી કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. આ અલ્બીનો ફ્લૅપશેલ ટર્ટલ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે અને ગુજરાતમાં કદાચ આ પ્રકારનો પહેલો કેસ હોઈ શકે."

અલ્બીનો ફ્લૅપશેલ ટર્ટલ શા માટે ખાસ છે?

અલ્બીનો એટલે કે શરીરમાં રંગદ્રવ્યના અભાવને કારણે છાલ પર સફેદ કે પીળા રંગનું આવરણ હોય છે. આમ કાચબાની આ અલ્બીનો જાત ખૂબ જ દુર્લભ હોવાથી તેની પારદર્શકતા અને દેખાવ જંગલના કુદરતી વ્યવસ્થામાં સરળતાથી છૂપાઈ ન શકે તેથી તેનો જીવનચક્ર પણ અન્ય કરતાં અલગ હોય છે. આ પ્રકારના બચાવ પ્રયોગો પ્રકૃતિપ્રેમી અને વન્યજીવ સંરક્ષણ માટે કાર્યરત અધિકારીઓની ચેતના અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે, જે પ્રજાતિઓના જતન માટે મહત્વપૂર્ણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now