જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલું ઐતિહાસિક ભુચરમોરી રણમેદાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સીતળા સાતમના પાવન અવસરે 34મો શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગેવાનો, આયોજન સમિતિના સભ્યો તથા વિવિધ ગામોના પ્રતિનિધિઓ આ કાર્યક્રમ હાજરી આપી હતી.

ભુચરમોરીના ઐતિહાસિક રણમેદાનમાં અનોખી સ્પર્ધા
આ વર્ષે પ્રથમવાર દિકરા-દિકરીઓને રાજપુત સંસ્કૃતિના ગૌરવ વિશે શપથ લેવડાવામાં આવ્યા હતા. સંસ્કૃતિને જીવંત રાખવા માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વે તિરંગાને સલામી આપી શરૂ કર્યો હતો. ત્યારબાદ અશ્વહરીફાઈ, તલવારબાજી, શૌર્ય નૃત્ય જેવી પરંપરાગત અને યુવા પેઢીને શૌર્યપ્રેરક બનાવતી પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

સંસ્કૃતિના ગૌરવ વિશે શપથ લેવડાવામાં આવ્યા
વિદ્યાર્થીઓ અને યુવાનોના ઉત્તમ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહેમાનોએ સભાને સંબોધન પણ કરી હતી. સ્પર્ધા જીતેલા યુવાનને ખાસ સન્માન અને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર રાજપૂત સમાજ માટે નહીં, પરંતુ સમગ્ર સાંસ્કૃતિક ગુજરાત માટે એક ગૌરવપુર્ણ ક્ષણ રહી હતી, જ્યાં શૌર્ય, સંસ્કાર અને સન્માનનો ઉત્તમ સમન્વય જોવા મળ્યો હતો.






