Home Gujarat A Sudden Fire Broke Out At The Top The Sardar Sarovar Dam

સરદાર સરોવર ડેમ ટોપ પર અચાનક આગ લાગી, : ત્રણ-ચાર વ્યક્તિઓ આગની લપેટમાં આવતા હોસ્પિટલ ખસેડાયા

સરદાર સરોવર ડેમ ટોપ પર અચાનક આગ લાગી,
Published by: OBS Bureau
Last Updated: May 07, 2025, 05:23 PM IST


ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા. ૦૭ મેના રોજ સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અંગેના મળેલ નિર્દેશો અનુસાર આજે સરદાર સરોવર ડેમ ખાતે સાંજે ૪:૦૦ કલાકે એક સતર્કતા મોડડ્રીલ યોજાઈ હતી. ડેમ પર આગ લાગવા અંગે વિભાગોને સાયરન વગાડીને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો હતો. ડેમ ઉપર ૨૦ થી ૨૫ ઇજનેરો કામ કરી રહ્યા હતા. અને તેમાના ત્રણ-ચાર વ્યક્તિઓ આગની લપેટમાં આવ્યા હતા. આગની અસર થતા એમ્બયુલન્સની વાન તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તેઓને ગરુડેશ્વર હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ મોકડ્રિલમાં SOU ના એડિશનલ કલેકટરશ્રી નારાયણ માધુ, પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવી, SSNNL ના ચીફ ઇજનેરશ્રી શુભમ ગોયલ, એકઝિક્યુટીવ ઈજનેરશ્રી વી. એલ. ચૌધરી, એસ.આર.પી. ના ઇન્ચાર્જશ્રી ઝાલા, મામલતદાર શ્રી વૈષ્ણવ, ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવીને પરિસ્થિતિનો ક્યાસ લગાવી નુકસાની અને ઇજા પામેલાઓને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા.

આપત્તિ વ્યવસ્થાપન અંગે તૈયારી માટે "ઓપરેશન અભ્યાસ" નામથી જિલ્લાના મહત્વના અને ગ્રામીણ વિસ્તારોમાં યોજાયેલી આ મોકડ્રીલનો હેતુ વિપત્તિ સમયે તંત્રની પ્રતિસાદ ક્ષમતા તેમજ જનજાગૃતિ વધારવાનો હતો. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ ખાતે તબક્કાવાર મોકડ્રિલ હાથ ધરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now