Home Gujarat A Shocking Incident In Dhrangadhra Town Of Surendranagar District A Youth Was Brutally Attacked

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સનસનીખેજ હત્યા કાંડ : DCW નજીક પાણીમાં તરતો અજાણ્યો મૃતદેહ, બોથડના ઘા અને વાહનના નિશાનોએ વધાર્યો ભય!

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સનસનીખેજ હત્યા કાંડ
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 09:08 AM IST

Dhrangadhra youth case: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. DCW (ધ્રાંગધ્રા કોટન વર્ક્સ) નજીક આવેલા પાણીના ખાડામાંથી હત્યા કરાયેલા એક યુવકનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાએ આખા શહેરમાં ચકચાર મચાવી દીધી છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

ઘટનાની વિગતો

મળતી માહિતી અનુસાર, પોલીસને માહિતી મળતાં જ ધ્રાંગધ્રા સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રાથમિક નિરીક્ષણમાં મૃતદેહ પર બોથડ પ્રહારના નિશાન જોવા મળ્યા હતા, જેના કારણે તેને હત્યા તરીકે જોવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

પોલીસની તપાસ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DYSP, LCB અને SOGની ટીમો સહિત મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે યુવકની હત્યા અન્યત્ર કરવામાં આવી હશે અને મૃતદેહને વાહનમાં લાવીને પાણીના ખાડામાં ફેંકી દેવામાં આવ્યો હશે. ઘટનાસ્થળની આસપાસ વાહનના ટાયરના નિશાન પણ મળ્યા છે, જે આ શંકાને મજબૂત બનાવે છે.

પોલીસે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક એક્સપર્ટને બોલાવીને તપાસને વેગ આપ્યો છે. યુવકની ઓળખ કરવા માટે આજુબાજુના વિસ્તારોમાં અંગત બાતમીદારોને કામે લગાડવામાં આવ્યા છે. હાલ સુધી મૃતદેહની ઓળખ થઈ નથી અને તે અજાણ્યો જ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા અજાણ્યા મૃતદેહોના કિસ્સા

સુરેન્દ્રનગર જિલ્લામાં બે નેશનલ હાઈવે અને કચ્છ-અમદાવાદ હાઈવે પસાર થાય છે, જેના કારણે હાઈવે પર ટ્રાફિક હંમેશા ધમધમતું રહે છે. અવારનવાર અજાણ્યા મૃતદેહ મળવાના કિસ્સા બને છે, પરંતુ મોટા ભાગના કેસમાં ઓળખ થતી નથી અને ફાઇલો બંધ થઈ જાય છે. આ ઘટના પણ તે જ શ્રેણીમાં ઉમેરાઈ છે, જે જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર સવાલો ઉભા કરી રહી છે. પોલીસ હવે યુવકની ઓળખ, હત્યારાની શોધ અને હત્યાના કારણની તપાસમાં જોટાઈ છે. આ કેસમાંથી ક્યારે પડદો ઉઠશે તે જોવાનું રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now