અમદાવાદમાં અસામાજિક તત્વોને જાણે કોઈનો ડર રહ્યો નથી. થોડાક દિવસ અગાઉ અમદાવાદમાં અસાજિક તત્વો દ્વારા આતંક ફેલાવવામાં આવ્યો હતો. જે બાદ રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ લુખ્ખાતત્વોનો ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ત્યારે ફરી એકવાર અમદાવાદના પૂર્વ વિસ્તાર ઠક્કરનગરમાં લુખા તત્વોએ રિક્ષાચાલક પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર એક રિક્ષાચાલક રિક્ષા ચલાવીને તેનું ગુજરાન ચલાવતો હોય છે. પરંતુ રિક્ષાચાલકે પેસેન્જર સાથે ભાડું માગતા તેની પર હુમલો કર્યો હતો. ભાડુ માગતા આરોપી મહેન્દ્રકુમાર મહોરે જણાવેલ કે હું શેરીનો દાદા છું- દાદા...તુ મને ઓળખતો નથી. હું તને ભાડું નહીં આપું તેમ કહી તેના પેન્ટના ખિસ્સામાંથી ધારધાર ચપ્પુ વડે રીક્ષા ચાલક વિનોદભાઈ કાનજીભાઈ સલાટને ગાળાના ભાગે ચપ્પુ માર્યું હતું. જે બાદ તેમની પત્નીએ 108 મારફતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. જેની ફરિયાદના આધારે કૃષ્ણનગર પોલીસે મહેન્દ્રકુમાર માહોલ સામે મારામારીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્ય હાથ ધરી છે.હવે જોવાનું એ રહું કે પોલીસે આ લૂખા ઓનાં શું હાલ કે છે કે પછી.......
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






