કઠોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામા સિક્યુરિટી ગાર્ડ પ્રકરણ અને પાલિકાને ઠગવાના કૌભાંડનો મુદ્દો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની તપાસ ચાલી રહી છે. તપાસમાં કોઈ ગોબાચારી ન થાય એ માટે જ આચાર્ય કલ્પેશ પટેલની બીજી શાળામાં બદલી કરવામાં આવી છે.ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે કાળુ પોશિયા, જે આ ફ્રોડ કેસનો મુખ્ય આરોપી છે અને જેની સામે અગાઉ પણ ગુનો દાખલ થયેલો છે.

લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતાં કાળુ પોશિયાએ પોતાની પત્ની રિંકલની મદદથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભડકાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે વિરોધપ્રદર્શનોમાં વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવો એ ગેરવાજબી અને ખૂબ જ ગંભીર બાબત છે અને વિદ્યાર્થીઓનો ઉપયોગ કરનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.કઠોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં એકને બદલે ત્રણ ગાર્ડ દર્શાવીને પગારના રૂ. 3.67 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. લસકાણા પોલીસે આ છેતરપિંડીના ગુનામાં સિક્યોરિટી સુપરવાઇઝર કૌશલપ્રસાદ લટકનપ્રસાદ સિંગરોલ અને કાળુભાઈ મગનભાઈ પોશિયાની ધરપકડ કરી છે અને તેમને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.






