logo-img
A New Chapter In The Development Of West Ahmedabad

રાતોરાત આસમાને પહોંચી જશે અમદાવાદના આ વિસ્તારોના ભાવ : ઔડાની 9 નવી ટીપી સ્કીમ મંજૂર, વિકાસનો નવો વળાંક!

રાતોરાત આસમાને પહોંચી જશે અમદાવાદના આ વિસ્તારોના ભાવ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 23, 2026, 12:11 PM IST

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વિકાસને નવી દિશા આપવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. AUDA દ્વારા 9 નવી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી પશ્ચિમ અમદાવાદમાં માળખાગત સુવિધાઓમાં વધારો થવાની સાથે વિકાસને નવો વેગ મળશે.

ઔડાની 9 નવી ટીપી સ્કીમ મંજૂર

મંજૂર કરાયેલ સ્કીમો હેઠળ ટીપી નં. 244 ઉપરાંત ટીપી નં. 12, 354, 355 અને 359 પણ કાર્યરત થશે. દેહગામ વિસ્તારમાં ટીપી નંબર 4 અને બોળ વિસ્તારમાં ટીપી નં. 389ને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નવી સ્કીમોના અમલથી માર્ગ વ્યવસ્થા, ડ્રેનેજ, પાણી પુરવઠો, ગ્રીન સ્પેસ અને અન્ય જાહેર સુવિધાઓ વધુ સઘન અને સુવ્યવસ્થિત બનશે.

વિકાસનો નવો વળાંક!

ખાસ કરીને સઈજ, નિધરાડ અને ગૌધાવી વિસ્તારમાં વિકાસનો નવો વળાંક જોવા મળશે. અહીં સસ્તી અને સુવિધાજનક ટાઉનશીપના વિકલ્પો ઊભા થવાની શક્યતા છે, જે મધ્યમવર્ગીય પરિવારો માટે રાહતરૂપ સાબિત થશે. સાથે જ સાણંદથી કલોલ વચ્ચે આધુનિક ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર વિકસાવવામાં આવશે, જે ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે અને રોજગારીના નવા અવસરો ઊભા કરશે.

પશ્ચિમ અમદાવાદના વિકાસનો નવો અધ્યાય

આ વિસ્તારોને SBR રોડ સાથે સીધી કનેક્ટિવિટી આપવામાં આવશે, જેના કારણે પરિવહન સુવિધા વધુ સરળ બનશે. સમગ્ર આયોજનને જોતા કહી શકાય કે પશ્ચિમ અમદાવાદમાં વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. માળખાગત સુવિધાઓના વિસ્તરણ અને આયોજનબદ્ધ વિકાસથી ભવિષ્યમાં સ્માર્ટ સિટીનું સપનું સાકાર થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now