Home Gujarat A Man Was Arrested With Opium From Surat

સુરતમાંથી અફીણ સાથે એક શખ્સ ઝડપાયો : 459 ગ્રામ અફીણનો જથ્થો જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

સુરતમાંથી અફીણ સાથે એક શખ્સ ઝડપાયો
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2026, 01:48 PM IST

સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન દ્વારા માદક દ્રવ્યો સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન અફીણ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી ધર્મારામ ઘેવરરામ ફાડકેને અફીણના જથ્થા સાથે પકડ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 2,29,500 થાય છે.

459 ગ્રામ અફીણ ઝડપાયું

પોલીસ તપાસ મુજબ આરોપી પાસેથી કુલ 459 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. ઉપરાંત આરોપી પાસેથી મોબાઈલ ફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો સહિત કુલ રૂ. 2,75,760નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી અફીણનો વેપાર કરતો હોવાની શંકાના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.

NDPS એક્ટ મુજબ ગુનો નોંધાયો

ગોડાદરા પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે અને અફીણ ક્યાંથી લાવવામાં આવ્યું હતું તથા કોને સપ્લાય કરવાનું હતું તે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા જણાવ્યું છે કે નશીલા પદાર્થોના કારોબાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની