Home Gujarat A Girl Fell Into A 60 Foot Deep Well In Chandlodia Ahmedabad

અમદાવાદના ચાંદલોડિયામાં 60 ફૂટ ઊંડા કૂવામાં પડી યુવતી! : યુવતીનો ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ, મોડી રાત્રે બની ઘટના

અમદાવાદના ચાંદલોડિયામાં 60 ફૂટ ઊંડા કૂવામાં પડી યુવતી!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 11:50 AM IST

Ahmedabad News : અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ગજરાજ સોસાયટી પાસે એક યુવતી અચાનક 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના રાતના લગભગ 11.48 વાગ્યે બની હતી. અંધારાના કારણે ધ્યાન ચૂક થતાં યુવતી કૂવામાં પડી હોવાનું જાણવા મળ્યું છે.

60 ફૂટ ઊંડા કૂવામાંથી યુવતીને બચાવી

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના જાંબાજ જવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ દ્વારા કૂવામાં ઉતરીને ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લગભગ 60 ફૂટ ઊંડા કૂવામાંથી યુવતીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.

જબરદસ્ત રેસ્ક્યુ ઓપરેશનની પ્રશંસા

ફાયર વિભાગના જવાનોએ ઝડપી અને સચોટ કાર્યવાહી કરીને યુવતીનો જીવ બચાવ્યો હતો. યુવતીને કૂવામાંથી બહાર કાઢતા જ હાજર લોકોમાં રાહતનો શ્વાસ લીધો હતો. આ અચાનક બનેલી ઘટનામાં ફાયર વિભાગના જબરદસ્ત રેસ્ક્યુ ઓપરેશનની પ્રશંસા કરવામાં આવી રહી છે. યુવતીને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને વધુ સારવાર માટે ખસેડવામાં આવી હોવાની માહિતી છે. સમગ્ર બનાવથી વિસ્તારમાં થોડા સમય માટે ભીડ જામી ગઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now