logo-img
A Gang Working For Jharkhand Is Jamtara Gang Was Arrested In Surat

સુરતમાં ઝારખંડની જામતારા ગેંગ માટે કામ કરતી ટોળકી ઝડપાઈ : મોબાઈલ, CPU, 227 ક્રેડિટ કાર્ડ અને બે POS મશીન જપ્ત

સુરતમાં ઝારખંડની જામતારા ગેંગ માટે કામ કરતી ટોળકી ઝડપાઈ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 14, 2026, 01:21 PM IST

સુરત સાયબર ક્રાઇમ સેલે ઝારખંડની કુખ્યાત જામતારા ગેંગ માટે કામ કરતી ટોળકીના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં અશ્વિન નરસિંહ ગાંગાણી, અભિષેક અશોક સુથાર અને ગૌરવ ભરત માલવિયાનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓની ઓફિસ પરથી મોબાઈલ, CPU, 227 ક્રેડિટ કાર્ડ અને બે POS મશીન જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે RBL બેંકના 30 ક્રેડિટ કાર્ડ સામે NCCRP પોર્ટલ પર 19 સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં અંદાજે 19.10 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ થયાનું સામે આવ્યું છે.

બેમાંથી એક POS મશીનમાંથી 92.53 લાખ રૂપિયાનાં આર્થિક વ્યવહારો મળતા પોલીસે નાણાકીય લેવડદેવડની દિશામાં તપાસ તેજ કરી છે. આરોપી અભિષેક સુથાર સિવિલ એન્જિનિયર છે અને અગાઉ ઝડપાયેલા ગૌતમ મંડલના સંપર્કમાં હતો. સાયબર ફ્રોડના નાણાંમાંથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરી 10 ટકા કમિશન કાપી બાકી રકમ CDM મારફતે મોકલવામાં આવતી હતી.

ગૌરવ માલવિયાએ 20 વખત CDM મારફતે રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું છે. અશ્વિન ગાંગાણી પણ ગૌતમ મંડલના સંપર્કમાં રહી ફ્રોડના નાણાંથી બિલ પેમેન્ટ કરી કમિશન મેળવતો હતો.

અગાઉ સાયબર ક્રાઇમ સેલે ગૌતમ મંડલ અને નિશીથ નથવાણીની ધરપકડ કરી હતી. આરોપીઓએ ફરિયાદીના દીકરાના મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં ડિજિટલ APK ફાઇલ મોકલી હતી. ફાઇલ ઓપન કરતા મોબાઈલ હેક થઈ 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેવાયા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now