ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વકીલો અને પોલીસ વચ્ચે સતત ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે. જેનાથી ચિંતિત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સીધી રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.
બાર કાઉન્સિલના ચેરમેન જે.જે. પટેલની આગેવાની હેઠળ ૨૫ સિનિયર વકીલોનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. તેઓ વકીલોને રોજબરોજ ઉદ્દવતા અસુરક્ષાના મુદ્દાઓ, પોલીસ દ્વારા અસહકાર તથા બિન જરૂરી ઘર્ષણ જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે
રાજ્યના વિવિધ શહેરોમાં પોલીસ દ્વારા વકીલોના અપમાન અને મારકૂટના બનાવોએ ગુજરાતના વકીલ આલમમાં ચિંતા ઉભી થઇ છે. કાયદા માટે લડનારા વકીલોએ જો પોતાનું સન્માન અને સુરક્ષા ગુમાવવી પડે, તો ન્યાય પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સવાલ ઊભો થાય એવું વકીલ વર્ગનું છે.
બાર કાઉન્સિલે આ બેઠકમાં રાજ્યના કાયદામંત્રી, ગૃહરાજ્યમંત્રી તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ હાજર રાખવા સરકારને પાઠવેલ પત્રમાં વિનંતી કરી છે,
મુખ્યમંત્રીને રજૂઆત મુદ્દે વકીલ સમુદાયને એવી આશા છે કે આગામી સમયમાં તેમની સુરક્ષા અને માનસન્માન અંગે રાજ્ય સરકાર ગંભીર રીતે પગલાં લેશે. સાથે સાથે, પોલીસ અને વકીલો વચ્ચેનું સહઅસ્તિત્વ વધુ મજબૂત બની શકે





