અમદાવાદમાંથી બાળક લગ્નની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખોખરામાં માતા-પિતાને બિમારી હોવાને લીધે સગીર પુત્રીના કોઇને જાણ કર્યા વગર બાળલગ્ન કરાવી દીધા હતા. જે બાદ શખ્સે સગીરાને લલચાવી ફોસલાવી તેના ઘરે બોલાવીને અનેકવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવતા સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ અંગે ખોખરા પોલીસે બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ, પોક્સો સહિતની કલમ હેઠળ સગીરાના પતિ સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
ખોખરામાં રહેતા 54 વર્ષીય આઘેડ મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેમના ભાઇ અને ભાભી દોઢ વર્ષ અગાઉ બિમારીને કારણે મૃત્યુ પામ્યા હતા. જેમાં ભાઇના ત્રણેય સંતાનો આઘેડ પાસે રહેતા હતા. જ્યારે તેમના ભાઇ અને ભાભીને લીવર અને વાલની બિમારી હોવાથી તેમની સગીર પુત્રીના લગ્ન કોઇને જાણ કર્યા વગર કરાવી દીધા હતા. જે બાદ ગત 10 એપ્રિલે આઘેડને જાણ થઇ હતી કે તેમની 15 વર્ષની ભત્રીજીએ બાળકીને જન્મ આપ્યો છે. જેથી આઘેડ ભત્રીજી પાસે પહોચ્યા અને તેને પૂછતા હું 13 વર્ષની હતી ત્યારે માતા-પિતાએ લગ્ન કરાવ્યા હતા. તે સમયે સગીરાને તારી ઉંમર 18 વર્ષ થઇ જાય બાદમાં યુવક સાથે રહેવા મોકલીશુ તેમ જણાવ્યુ હતુ. તેમ છતા યુવકે સગીરાને લલચાવી ફોસલાવીને સગીરાને તેના ઘરે બોલાવીને અનેકવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. જેથી આઘેડે ભત્રીજીના પતિ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





