Home Gujarat A Car Parked In The Parking Lot Suddenly Burst Into Flames

આગની વધી રહી છે ઘટના : પાર્કિંગમાં ઉભેલી કાર અચાનક ભડકે બળી!

આગની વધી રહી છે ઘટના
Published by: OBS Bureau
Last Updated: Apr 19, 2025, 04:42 PM IST

અમદાવાદમાં વધી રહેલા આગના બનાવો વચ્ચે વધુ એક આગની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી,અમદાવાદના ગુરૂકુળ મેમનગર ગામ પાસે સહજાનંદ ફ્લેટમાં પાર્કિંગમાં મુકેલી કાર અચાનક ભળભળ કરતી સળગવા લાગી હતી

કાર આગની ઝપેટમાં આવતા જ સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી,આગની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ગાડીમાં લાગેલી આગને બુઝાવી હતી. ઉલ્લેખનીય ચ કે સોસાયટીમાં ફાયર સેફ્ટીની સુવિધા છે પણ દશેરાના દા'ડે જ ઘોડું ના દોડે તેમ સોસાયટીમાં લગાવેલ ફાયર સેફટીની ચાલુ હાલત ના હોવાથી ગાડીમાં લાગેલી આગને બુઝાવવા ફાયરબ્રિગેડને બોલાવવી પડી હતી.આ ઉપરાંત ઈમરજન્સી ગેટ્સ પણ પતરાં લગાવી બંધ કરી દેવામાં આવ્યો છ,ત્યારે સોસોયટીમાં આગ જેવી ઇમરજન્સી થાય તો લોકો શું કરે તે મોટો સવાલ છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now