Home Business 8th Pay Commission How Much Can Salary And Pension Increase Check Details Here

8માં પગાર પંચને લઈને મોટા અપડેટ : કર્મચારીઓ અને પેન્શનરોનો કેટલું વધી શકે છે પગાર અને પેન્શન? અહીં કરો ફટાફટ ચેક

8માં પગાર પંચને લઈને મોટા અપડેટ
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2025, 02:55 PM IST

8th Pay Commission: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટ દ્વારા 8માં પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ તે સરકારી પગારદાર કર્મચારીઓ અને પેન્શનરોમાં ચર્ચાનો સૌથી મોટો વિષય બની ગયો છે. કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને આ પગારપંચ પાસેથી મોટી અપેક્ષાઓ છે. જો કે હજુ સુધી કેન્દ્ર સરકારે આ કમિશનના સભ્યોની નિમંણૂક કરી નથી. ચાલો જાણીએ કે આનાથી કોને અને કેટલો ફાયદો થશે.

શું 2.57 કરતા વધારે હશે ફિટમેન્ટ ફેક્ટર?
2016માં લાગુ કરાયેલા 7મા પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું હતું, જેના કારણે પગારમાં સારો વધારો થયો હતો. એવામાંઆ વખતે કર્મચારી યુનિયનની માંગ છે કે તે 2.57થી ઓછી ન હોવી જોઈએ. જો કે, વિવિધ મીડિયા અહેવાલોમાં જાણવા મળ્યું છે કે સરકાર તેને 2.0 થી ઉપર લઈ શકતી નથી.

કેટલાક રિપોર્ટ્સ જણાવે છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 1.92 સુધી હોઈ શકે છે, જ્યારે કેટલાક અહેવાલો માને છે કે તે વધીને 2.86 થઈ શકે છે.

8મા પગાર પંચ મુજબ પગારની ગણતરી
જો ફિટમેન્ટ ફેક્ટર અલગ-અલગ સ્તરે નક્કી કરવામાં આવે તો પગારમાં વધારો પણ તે મુજબ અલગ-અલગ હોઈ શકે છે.

ફિટમેન્ટ ફેક્ટર ન્યૂનતમ મૂળભૂત પગાર (₹18,000 થી)
1.92 રૂ. 34,560
2.57 રૂ. 46,260
2.86 રૂ. 51,480

મતલબ કે જો ફિટમેન્ટ ફેક્ટરને 1.92 પર રાખવામાં આવે તો પગારમાં 16,560 રૂપિયાનો વધારો થશે, જ્યારે જો તે 2.86 છે, તો તે 33,480 રૂપિયા વધી શકે છે.

8મા પગાર પંચ મુજબ પેન્શન કેલકુલેશન
ફિટમેન્ટ ફેક્ટર માત્ર પગાર જ નહીં પરંતુ પેન્શનને પણ અસર કરે છે. એવામાં જો સરકાર 2.86 ના ફિટમેન્ટ ફેક્ટરને સ્વીકારે છે, તો લઘુત્તમ પેન્શન વધીને 25,740 રૂપિયા થઈ શકે છે.

ફિટમેન્ટ ફેક્ટર ન્યૂનતમ બેઝિક પેન્શન (₹9,000 થી)
1.92 ₹17,280
2.57 ₹23,130
2.86 ₹25,740

કર્મચારીઓની એવી પણ માંગ છે કે મોંઘવારી ભથ્થું (DA)ને મૂળ પગારમાં ઉમેરવામાં આવે. જેના કારણે પગાર અને પેન્શનમાં વધારાનો વધારો થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now