Home Business 8th Pay Commission Fitment Factor 2 64 Salary Hike Update

ફિટમેન્ટ ફેક્ટર અંગે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઝટકો? : 8 મા પગાર પંચને લઈ મોટો પ્લાન

ફિટમેન્ટ ફેક્ટર દર્શાવતું દ્રશ્ય
Image Credit: ai
Published by: Chintan Chavda
Last Updated: Jun 14, 2026, 02:15 AM IST

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 8મા પગાર પંચે પોતાની ભલામણો તૈયાર કરવાની પ્રક્રિયા તેજ કરી છે અને વિવિધ કર્મચારી સંગઠનો તેમજ હિતધારકો સાથે ચર્ચા-વિચારણા શરૂ કરી છે. આ બેઠકોમાં સૌથી વધુ ચર્ચા ફિટમેન્ટ ફેક્ટરને લઈને થઈ રહી છે, કારણ કે કર્મચારીઓની નવી પગાર રચનામાં આ સૌથી મહત્વપૂર્ણ પરિબળ માનવામાં આવે છે.

વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા 8મા પગાર પંચમાં 3થી 5 અથવા તેનાથી વધુ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી રહી છે. જોકે નાણાકીય અને પેન્શન બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે આટલી મોટી માંગ સ્વીકારવાની શક્યતા ઓછી છે. તેમના મતે સરકારની નાણાકીય જવાબદારીઓ અને ખર્ચને ધ્યાનમાં રાખતા ફિટમેન્ટ ફેક્ટર આશરે 2.64 ની આસપાસ નક્કી થઈ શકે છે.

'હવે મંગળ પર માણસોનું શહેર વસાવવાનો સમય': ટ્રિલિયોનેર બન્યા પછી મસ્કે શેર કર્યું જીવનનું સૌથી મોટું સપનું, જાણીને તમે પણ ચોંકી જશો

શું છે ફિટમેન્ટ ફેક્ટર?

ફિટમેન્ટ ફેક્ટર એ એવો ગુણાંક (Multiplier) છે જેના આધારે કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનની પુનઃગણતરી કરવામાં આવે છે. દરેક પગાર પંચમાં આ ગુણાંક નક્કી કરવામાં આવે છે અને તેના આધારે નવા પગારધોરણો લાગુ થાય છે.

7 મા પગાર પંચ દરમિયાન 2.57નો ફિટમેન્ટ ફેક્ટર અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેના કારણે કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થયો હતો. હવે 8 મા પગાર પંચમાં આ ગુણાંક કેટલો રહેશે તેના પર લાખો કર્મચારીઓની નજર છે.

2.64 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો થશે લાભ?

નિષ્ણાતોના અંદાજ પ્રમાણે જો 2.64નો ફિટમેન્ટ ફેક્ટર અમલમાં મૂકવામાં આવે તો કર્મચારીઓના મૂળ પગારમાં સારો વધારો જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ કર્મચારીનો હાલનો બેઝિક પગાર ₹20,000 હોય તો 2.64ના ગુણાંક અનુસાર તેનો નવો મૂળ પગાર ₹52,800 સુધી પહોંચી શકે છે.

આ ઉપરાંત હાલ 60 ટકા મોંઘવારી ભથ્થું (DA) મેળવી રહેલા કર્મચારીઓ માટે પણ પગાર માળખામાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે. નિષ્ણાતોના મતે કુલ વેતનમાં અસરકારક રીતે 15 થી 25 ટકા સુધીનો વધારો શક્ય બની શકે છે.

RBIની મોટી કાર્યવાહી: 6 મહિના માટે આ બેન્ક પર લગાવ્યા

કર્મચારીઓની માંગ અને સરકારનો પડકાર

કર્મચારી સંગઠનોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારીમાં થયેલા વધારા, જીવનનિર્વાહ ખર્ચ અને બદલાતી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ ઉદાર ફિટમેન્ટ ફેક્ટર જરૂરી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર માટે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને વધારાનો લાભ આપવો એ મોટો નાણાકીય પડકાર બની શકે છે.

વિશ્લેષકોના મતે સરકારને કર્મચારીઓની અપેક્ષાઓ અને નાણાકીય શિસ્ત વચ્ચે સંતુલન જાળવવું પડશે. તેથી કર્મચારી સંગઠનો જેવો 3થી 5નો ફિટમેન્ટ ફેક્ટર મળવાની શક્યતા ઓછી માનવામાં આવે છે.

રિપોર્ટ ક્યારે આવશે?

8મા પગાર પંચને પોતાની અંતિમ ભલામણો સરકારને સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. પંચે વિવિધ સંગઠનો અને હિતધારકો પાસેથી મંતવ્યો અને રજૂઆતો મેળવવા માટેની સમયમર્યાદા 15 જૂન 2026 સુધી લંબાવી છે.

અંદાજ મુજબ પંચ જૂન અથવા જુલાઈ 2027 સુધીમાં પોતાની અંતિમ ભલામણો કેન્દ્ર સરકારને સોંપી શકે છે. ત્યારબાદ સરકાર તેની સમીક્ષા કરીને અમલીકરણ અંગે નિર્ણય લેશે.

એરિયર્સનો મુદ્દો પણ મહત્વનો

કર્મચારી વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં ગણવામાં આવી શકે છે. જો રિપોર્ટ રજૂ કરવામાં અથવા તેના અમલીકરણમાં વિલંબ થશે તો કેન્દ્ર સરકાર પર કર્મચારીઓ અને પેન્શનરોને એરિયર્સ ચૂકવવાનો વધારાનો બોજો આવી શકે છે.

આ કારણસર લાખો કર્મચારીઓ હવે માત્ર ફિટમેન્ટ ફેક્ટર પર જ નહીં, પરંતુ ભલામણોના અમલીકરણની સમયરેખા પર પણ નજર રાખી રહ્યા છે.

ટાટાની iPhone પાર્ટ્સ બનાવતી ફેક્ટરી સામે ગંભીર આરોપ: ખેતીની જમીનનું પાણી પ્રદૂષિત કર્યાનો દાવો, PCBએ આપી બંધ કરવાની ચેતવણી

લાખો પરિવારો પર પડશે સીધી અસર

કેન્દ્ર સરકારના અંદાજે 55 લાખ કર્મચારીઓ અને 69 લાખથી વધુ પેન્શનધારકો માટે 8મો પગાર પંચ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પગાર, પેન્શન અને ભથ્થાઓમાં થનારા ફેરફારોની સીધી અસર લાખો પરિવારોના આર્થિક આયોજન પર પડશે.

હાલ તમામ ચર્ચાઓ અને અંદાજો વચ્ચે કર્મચારીઓની સૌથી મોટી રાહ હવે 8મા પગાર પંચની અંતિમ ભલામણો અને કેન્દ્ર સરકારના નિર્ણય પર ટકેલી છે.

Disclaimer: આ લેખમાં આપેલી માહિતી માત્ર એક અનુમાન આધારીત અને જાણકારી હેતુથી પ્રકાશિત કરવામાં આવી છે. આ માહિતી સંપૂર્ણ સત્ય હોવાનો દાવો Offbeat Stories કરતુ નથી. કોઈપણ માહિતીનો અમલ કરતા પહેલા યોગ્ય સલાહ અને જાણકારી મેળવી લેવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now