Home Gujarat 80 Thousand Students From Gujarat Want To Become Doctor Neet Organized Across The Countrty

ગુજરાતના 80 હજાર વિદ્યાર્થીઓને બનવું છે ડોક્ટર : દેશભરમાં NEETનું આયોજન

ગુજરાતના 80 હજાર વિદ્યાર્થીઓને બનવું છે ડોક્ટર
Published by: OBS Bureau
Last Updated: May 04, 2025, 05:31 AM IST

આજે ભારતના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વ ધરાવતી NEET 2025 પરીક્ષા આજે યોજાઈ રહી છે. મેડિકલ અભ્યાસક્રમ MBBSમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવાતી આ પરીક્ષા માટે 23 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરી છે. ગયા વર્ષેની તુલનાએ આ વર્ષે ઉમેદવારોની સંખ્યામાં લગભગ એક લાખનો ઘટાડો નોંધાયો છે, જે એક નોંધપાત્ર ફેરફાર ગણાઈ રહ્યો છે.

જોકે આ વર્ષે NEET પરીક્ષા માટે ઈતિહાસમાં પ્રથમવાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓના ગર્ભમાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ છે. દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો સવારે 11 વાગ્યાથી પ્રવેશી રહ્યા છે. ગુજરાતમાંથી અંદાજે 80,000થી વધુ વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપી રહ્યા છે.

પેપરની પૅટર્ન જાણો

2023ની NEET પરીક્ષા અનુસાર:

કુલ 200 પ્રશ્નમાંથી 180 લખવાના હતા.
Biology: 100માંથી 90 પ્રશ્નો (70 ફરજિયાત + 30માંથી 20)
Physics અને Chemistry: દરેકમાં 50માંથી 45 પ્રશ્નો (35 ફરજિયાત + 15માંથી 10)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now